હથિયારોની હેરાફેરી: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રમાં લઇ જતા 18 હથિયાર ઝડપ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયારનો જખીરો ઝડપી પાડ્યો છે. 18 હથિયાર સાથે ઝડપાયેલા આરોપીઓએ કબુલાત કરી છે કે, તેઓ વેચવા માટે હથિયારનો જથ્થો લાવ્યા હતા. તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે, કે સૌરાષ્ટ્ર ગેરકાયદેસર હથિયારનું હબ બની રહ્યું છે.

હથિયારોની હેરાફેરી: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રમાં લઇ જતા 18 હથિયાર ઝડપ્યા

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયારનો જખીરો ઝડપી પાડ્યો છે. 18 હથિયાર સાથે ઝડપાયેલા આરોપીઓએ કબુલાત કરી છે કે, તેઓ વેચવા માટે હથિયારનો જથ્થો લાવ્યા હતા. તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે, કે સૌરાષ્ટ્ર ગેરકાયદેસર હથિયારનું હબ બની રહ્યું છે.

પોલીસ પકડમાં આવેલા આરોપીઓ વસીમ કથીરી આસિફ કથીરી સિકંદર બાપુ અને ઇમરાન પઠાણ આ આરોપીઓ સવારે કાર લઈને અમદાવાદ જશોદા નગરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પોલીસને મળેલી બાતમી આધારે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી લીધા છે. તેની પાસેથી પોલીસે 18 હથિયાર અને 38 જેટલા કાર્ટીઝ કબજે કર્યા છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, આરોપીઓ હથિયારનો જથ્થો લઈને સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા. અને ત્યાં વેચવા માટે આ હથિયારનો જથ્થો લાવ્યા હતા.

વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય, રાજ્યના કોઇ પણ આરટીઓમાં થશે લાઇસન્સ રિન્યુ

આરોપીઓએ એ પણ કબુલાત કરી છે કે, વસીમને ભાવનગર ખાતે અંગત અદાવત હતી. અને હથિયારનો સોદાગર પણ છે જેથી તેને વેચવાના પણ હતા. જેથી આ હથિયારનો જથ્થો લાવ્યો હોવાની કબુલાત આરોપી કરી રહ્યો છે. તો વસીમ અને આસિફ બંને જસદણ તો સિકંદર જુનાગઢ અને ઇમરાન અમદાવાદના જુહાપુરા ખાતે રહે છે. આમ આરોપીઓ અલગ અલગ શહેરમાં રહીને હથિયારનું વેચાણ ચલાવી રહ્યા છે. આ હથિયારનો જથ્થો એમપીના બવંડર ધાર જીલ્લાના બબલુ અને સુરેન્દ્ર નામના શખ્સ પાસેથી આ હથિયારનો જથ્થો લાવ્યા હોવાનો ખુલાસો પણ આરોપીઓ કરી રહ્યા છે. 

 

સરકારી ચોપડે હથિયારોની કિંમત અંદાજે 10 લાખ રૂપિયા થાય છે. પરંતુ ગેરકાયદેસર બજારમાં જેવો ખરીદવા વાળોએ મુજબ ભાવ નક્કી કરી હથિયારનું વેચાણ કરવામાં આવે છે. પોલીસ સુત્રોની જો વાત માનીએ તો આ ગુનેગારો છેલ્લા 7 વર્ષથી આ હેરાફેરી સાથે સંકળાયેલા છે તો આ તમામ આરોપીઓ રીઢા ગુનેગાર છે. જુનાગઢ અને ગોંડલ જેલમાં આ આરોપીઓની મુલાકાત થઇ અને જેલ માંથી મુક્ત થયા બાદ હથિયારની હેરાફ્રેરી ચાલુ કરી હોવાનું સામે આવી રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news