અમદાવાદ વૃદ્ધની હત્યામાં સજાતીય સંબંધ બન્યું કારણ, યુવકને સંબંધ બાંધવા કરતા હતા દબાણ

સાબરમતી સિનિયર સીટીઝન હત્યા કેસમાં એક આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (crime branch) ધરપકડ કરી છે. જેમાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. સજાતીય સંબંધોને કારણે યુવકે વૃદ્ધની ઠંડા કલેજે હત્યા (murder) કરી હોવાનું સામે આવ્યું છે. 
અમદાવાદ વૃદ્ધની હત્યામાં સજાતીય સંબંધ બન્યું કારણ, યુવકને સંબંધ બાંધવા કરતા હતા દબાણ

ઉદય રંજન/અમદાવાદ :સાબરમતી સિનિયર સીટીઝન હત્યા કેસમાં એક આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (crime branch) ધરપકડ કરી છે. જેમાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. સજાતીય સંબંધોને કારણે યુવકે વૃદ્ધની ઠંડા કલેજે હત્યા (murder) કરી હોવાનું સામે આવ્યું છે. 

15 દિવસમાં ત્રીજા સિનિયર સિટિઝનની હત્યા થતાં અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. તાજેતરમાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 16 નવેમ્બરના રોજ દેવેન્દ્ર રાવત નામના એક સિનિયર સિટીઝનની હત્યા કરવામાં આવી હતી. અમદાવાદમાં વૃદ્ધોની વધતા જતા હત્યાના કેસ બાદ તેમની સુરક્ષા પર સવાલો ઉઠ્યા હતા. આ માટે ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક આરોપીને પકડવા માટે ટીમ બનાવી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી હત્યારાને પકડી પાડ્યો છે. 

કેવી રીતે ઉકેલાયો ભેદ
પોલીસે વૃદ્ધની ગુમ બાઈક અંગે તપાસ કરી હતી. જે કુહા ગામમાં રહેતા 31 વર્ષીય ઉમંગ ઉર્ફે કનો જશવંત દરજી પાસેથી મળી આવી હતી. વધુ તપાસ હાથ ધરતા સામે આવ્યું કે, ઉમંગે વૃદ્ધની હત્યા સજાતીય સંબંધોને કારણે કરી મૃતક દેવેન્દ્ર રાવત ફેસબુક મારફત ઉમંગના સંપર્કમાં આવ્યા હતા. થોડા સમય બાદ બંને સમલૈંગિક સંબંધ વિશે વાતો કરવા લાગ્યા હતા. ત્યાર બાદ બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. વૃદ્ધ અવારનવાર ઉમંગને સંબંધ બાંધવા માટે બોલાવતો હતો. પરંતુ વૃદ્ધ સતત યુવક પર સંબંધ બાંધવા માટે બ્લેકમેઇલ કરવા લાગ્યા હતા. વૃદ્ધે ઉમંગને ધમકી આપી હતી કે, જો તે નહિ આવે તો તે તેના ઘરે આવીને બધુ કહી દેશે. જેથી ઉમંગે દેવેન્દ્રની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને તેમની હત્યા કરી નાખી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news