અમદાવાદના નવા CP માટે કયા 3 નામ છે રેસમાં? સંજ્ય શ્રીવાસ્તવ નિવૃત થતાં કોને સોંપાયો ચાર્જ?

અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનરનો હવાલો પ્રેમવીરસિંહને સોંપાયો છે. સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં તેમને ઇન્ચાર્જ પોલીસ કમિશનર બનાવાયા છે.

અમદાવાદના નવા CP માટે કયા 3 નામ છે રેસમાં? સંજ્ય શ્રીવાસ્તવ નિવૃત થતાં કોને સોંપાયો ચાર્જ?

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં પોલીસ વિભાગને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રેમવીરસિંહને અમદાવાદ CPનો ચાર્જ સોંપાયો છે. જી હા. આવતી કાલે અમદાવાદના CP નિવૃત થઈ રહ્યા છે. અમદાવાદના CP સંજ્ય શ્રીવાસ્તવ આવતીકાલે નિવૃત થઈ રહ્યા છે, ત્યારે રિટાયર્ડ થતા પ્રેમવીરસિંહને CPનો ચાર્જ સોંપાયો છે. પ્રેમવીરસિંહ ક્રાઈમ બ્રાંચમાં સંયુક્ત પોલીસ કમિશનર છે. 

No description available.

પ્રેમવીરસિંહને અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનરનો હવાલો સોંપાયો છે. સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં તેઓ ઇન્ચાર્જ  પોલીસ કમિશનર બન્યા છે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો છે. તમને જણાવી દઈએ કે, 2005ની બેચના પ્રેમવિર સિંહ અધિકારી છે તેમજ તેઓ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં  જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ચાર્જમાં છે.

અમદાવાદના નવા CP માટે કયા 3 નામ છે રેસમાં?
બીજી બાજુ, અમદાવાદના નવા CP માટે 3 નામ રેસમાં છે. જેમાં અનુપમસિંહ ગેહલોતનું નામ સૌથી આગળ ચર્ચાઈ રહ્યું છે. ત્યારબાદ અજય તોમરનું નામ પણ અમદાવાદ CPની રેસમાં છે. મનોજ અગ્રવાલના નામ પણ ચર્ચા ચાલી રહી છે. અનુપમસિંહ ગેહલોત 1997 બેચના IPS અધિકારી છે. જ્યારે અજય તોમર 1989ની બેચના IPS અધિકારી છે અને મનોજ અગ્રવાલ 1991ની બેચના IPS અધિકારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news