AHMEDABAD: સિવિલ હોસ્પિટલ તંત્ર સક્રિય, 10 મહિનામાં 18 લોકોના શરીરમાંથી 62 લોકોનું અંગદાન
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં સુરત બાદ હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ અંગદાન બાબતે સક્રિય બન્યું છે. છેલ્લા થોડા સમયમાં જ સિવિલ હોસ્પિટલે પણ અંગદાન બાબતે જાગૃતતા દાખવીને અંગદાન બાબતે લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું છે. જેના સકારાત્મક પરિણામો પણ મળી રહ્યા છે. અંગદાનના કિસ્સાઓમાં અંગદાતા દર્દીઓ જે અંગ મેળવે તેના માટે તો ઇશ્વર સમાન જ હોય છે. અંગદાનના કારણે અનેક લોકોને નવજીવન મળે છે અથવા તો તેમના કષ્ટભર્યા જીવનમાં ફરી એકવાર સ્વાસ્થય પરત ફરે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 મહિના દરમિયાન જ સિવિલ હોસ્પિટલમાં 18 લોકોના શરીરમાંથી 62 અલગ અલગ અંગોથી 50 લોકોના જીવ બચાવવામાં સિવિલ હોસ્પિટલ તંત્રને સફળતા મળી છે. 8 નવેમ્બરે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું દાન થયું તેના સહિત 50 દિવસ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 9 મું અંગદાન મળ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું કે, મુળ બિહારના શિવપુર જિલ્લાના રહેવાસી કામ અર્થે રાજકોટમાં રહેતા 19 વર્ષીય દીપક કુમાર પ્રસાદનો અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
જો કે તેને વેન્ટીલેટર પર રાખ્યા બાદ પણ રિકવરી નહી આવતા 5 નવેમ્બરે બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ દ્વારા પરિવારને સમજાવવામાં આવ્યો હતો અને તેના ફેફસા, કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આ અંગોનું પ્રતિરોપણ કરવામાં આવશે. જેના કારણે એક વ્યક્તિના અંગદાનથી 5થી 7 લોકોને નવજીવન મળશે. જેના કારણે જરૂરિયાતમંદ દર્દી અંગ મળી શકે અને તેમને જીવન પણ મળે તે બાબતે જાગૃતિ આવી છે. તંત્ર પણ હવે આ મુદ્દે સક્રિયતા દાખવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે