ગાંધીનગરવાસીઓ માટે સૌથી મોટા ખુશખબર! 4 જૂન બાદ PM મોદી આપી શકે છે સૌથી મોટી ભેટ
મેટ્રો રેલની વાત કરીએ તો મોટેરાથી ગાંધીનગરના ચ-0 અને ત્યાંથી સચિવાલય સુધીનો રૂટ તૈયાર કરાયો છે. ચ-0 સુધીના રૂટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલ આખરી ઓપ આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જૂન મહિનાના અંત કે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં મેટ્રો ટ્રેન શરૂ કરી દેવાશે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી અમદાવાદના સાબરમતી મોટેરા સુધી મેટ્રો રેલ સેવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણીના પરિણામો બાદ મેટ્રોનો ફરીવાર ટ્રાયલ રન કરાશે. જાણવા મળી રહ્યું છે કે 4 જૂન બાદ PM મોદી ગુજરાત મુલાકાત આવી શકે છે અને તે દરમિયાન મેટ્રોનો પ્રારંભ થઈ શકે છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું 95 ટકા કામ પૂર્ણ થયું છે. હાલ માત્ર 5 ટકા કામગીરી બાકી છે. ભાજપના ભવ્ય વિજય સાથે ગુજરાતની પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત વખતે જ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરવાના પ્રયાસો તેજ બનાવ્યા છે.
મેટ્રો રેલની વાત કરીએ તો મોટેરાથી ગાંધીનગરના ચ-0 અને ત્યાંથી સચિવાલય સુધીનો રૂટ તૈયાર કરાયો છે. ચ-0 સુધીના રૂટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલ આખરી ઓપ આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જૂન મહિનાના અંત કે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં મેટ્રો ટ્રેન શરૂ કરી દેવાશે. પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવે ત્યારે મેટ્રોલ શરૂ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
અમદાવાદમાં મોટેરા- નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીના 28 કિલોમીટરના રૂટમાં મેટ્રો સ્ટેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર રૂટ પર કુલ 22 સ્ટેશનો રહેશે. પ્રથમ તબક્કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી ચ-0 સુધીના રૂટની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. આથી આ રૂટ પર મેટ્રો ટ્રેન જૂનના ત્રીજા સપ્તાહથી દોડતી થઈ જશે. આ બંને રૂટ પર મેટ્રો રેલનો ટ્રેક સંપૂર્ણ તૈયાર થઇ ગયો છે. જ્યારે સ્ટેશનોની કેટલીક કામગીરી બાકી છે, જે પુરી કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.
સ્ટેશનની કામગીરી પણ આગામી 15 દિવસમાં પુરી થઇ જવાની શક્યતા છે. દરમિયાનમાં 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા બાદ આચારસંહિતા પણ સંપૂર્ણપણે ઉઠી જશે તે પછી જૂનના ત્રીજા સપ્તાહમાં વિધિવત લોકાર્પણ કરીને મેટ્રો રેલને લોકોની અવરજવર માટે શરૂ કરવામાં આવશે. મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રેલનો રૂટ ડિસેમ્બર માસમાં શરૂ થઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે