અમદાવાદીઓ આ રોડ પરથી નીકળો તો સાવધાન, ટ્રાફિકથી સતત ધમધમતો આ બ્રિજ બંધ રહેશે

 ગુજરાતભરમાં બ્રિજની બનાવટથી લઈને તેના સમારકામમાં તંત્રની આળસ જોવા મળી રહી છે. પરિણામે બ્રિજ જર્જરિત થઈ જાય ત્યા સુધી લોક ઉપયોગમાં લેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના સમારકામમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ઉદાસીનતા જોવા મળી હતી. આ બ્રિજ એટલો જર્જરિત બની ગયો છે કે, તે ગમે ત્યારે પડી શકે છે. આવામાં ZEE 24 કલાકના અહેવાલ બાદ NHAI મોડે-મોડે જાગ્યું છે. વિશાલા પાસેનો જર્જરિત શાસ્ત્રી બ્રિજ એકસાઈડથી બંધ કરાયો છે.  
અમદાવાદીઓ આ રોડ પરથી નીકળો તો સાવધાન, ટ્રાફિકથી સતત ધમધમતો આ બ્રિજ બંધ રહેશે

Ahmedabad News અમદાવાદ :  ગુજરાતભરમાં બ્રિજની બનાવટથી લઈને તેના સમારકામમાં તંત્રની આળસ જોવા મળી રહી છે. પરિણામે બ્રિજ જર્જરિત થઈ જાય ત્યા સુધી લોક ઉપયોગમાં લેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના સમારકામમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ઉદાસીનતા જોવા મળી હતી. આ બ્રિજ એટલો જર્જરિત બની ગયો છે કે, તે ગમે ત્યારે પડી શકે છે. આવામાં ZEE 24 કલાકના અહેવાલ બાદ NHAI મોડે-મોડે જાગ્યું છે. વિશાલા પાસેનો જર્જરિત શાસ્ત્રી બ્રિજ એકસાઈડથી બંધ કરાયો છે.  

અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના સમારકામમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ભારે ઉદાસીનતા જોવા મળી હતી. જર્જરિત બ્રિજના સમારકામમાં પ્રશાશનને કોઈ રસ ન હોય તેવુ સ્પષ્ટ દેખાતુ હતું. સંખ્યાબંધ વાહનો અહીંથી પસાર થતા બ્રિજ ગમે ત્યારે પડે તેવો ભય વાહનચાલકોને લાગતો હતો. તેમજ ઠેર ઠેર બ્રિજમાં તિરાડો અને સળિયા દેખાઈ રહ્યાં હતા. ત્યારે આ મામલે ઝી 24 કલાક પર અહેવાલ પ્રસારિત કરવામા આવ્યો હતો. જેના બાદ તંત્રએ નોંધ લીધી છે. 

શાસ્ત્રી બ્રિજ ઉપર ભારે વાહનો પસાર ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજનું લાંબા સમયથી સમારકામ ન કરતી NHAI મોડેથી જાગી છે. બ્રિજ ઉપર હાલ ભારે વાહનોને જતા રોકવા હાઈટ બેરીયર લગાવવામાં આવ્યું છે. જોકે, હાઈટ બેરીયર ન દેખાતા બસ અથડાઈ હોવાનો બનાવ બન્યો હતો. એક સાઈડનો બ્રિજ બંધ કરાતા બ્રિજના બીજા લેન ઉપર ટ્રાફિકનો ઘસારો વધ્યો છે. હાઈટ બેરિયરને કારણે બીજા લેન ઉપર ડબલ લેનમાં ટ્રાફિક શરુ થયો છે. જે પણ જોખમી બન્યું છે. 

હાલ આ બ્રિજની સ્થિતિ એવી છે કે, નાના વાહનો પણ તેના પરથી પસાર થાય તો તેના પર ધ્રુજારી અનુભવાય છે. બ્રિજ પર ઠેરઠેર ગાબડા પડ્યા છે. તેમજ આ બ્રિજ પરથી હાઈવે પર જઈ શકાય હોવાથી અહી ભારે વાહનોનો ભારે ધસારો રહે છે. તેથી અનેક વાહનચાલકો અહી ભય અનુભવી ચૂક્યા છે. રાહદારીઓને આ બ્રિજ પરથી પસાર થવામાં ડર લાગતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news