Afghan woman wins gold medal: ગુજરાતમાં અફઘાન મહિલાએ જીત્યો ગોલ્ડ મેડલ, શિક્ષણમાં મેળવી સિદ્ધિ

અફઘાનિસ્તાનની મહિલા રાઝિયા મુરાદીએ ભારતમાં મોટી સિદ્ધિ મેળવી છે. તેણે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે તેણે મહિલા શિક્ષણ પર મહત્વની વાત કહી તાલિબાન સરકારને પણ જવાબ આપ્યો છે. 

Afghan woman wins gold medal: ગુજરાતમાં અફઘાન મહિલાએ જીત્યો ગોલ્ડ મેડલ, શિક્ષણમાં મેળવી સિદ્ધિ

અમદાવાદઃ Afghan woman wins gold medal: અફઘાનિસ્તાનની મહિલા રાઝિયા મુરાદીએ ભારતમાં એક મિસાલ રજૂ કરી છે. તેણે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએ (પબ્લિક એડમિનિસ્ટ્રેશન) માં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. તેની આ જીતે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને વળતો જવાબ આપ્યો છે. 

તાલિાનને મારો જવાબ
ગોલ્ડ મેડલ જીત્યા બાદ ગુજરાતમાં અફઘાનિસ્તાનની મૂળ નિવાસી રાઝિયા મુરાદીએ કહ્યું- હું અફઘાનિસ્તાનની તે દરેક મહિલાઓનું પ્રતિનિધિત્વ કરુ છું, જે શિક્ષણથી વંચિત છે. હું તાલિબાનને જણાવવા ઈચ્છુ છું કે જો તક આપવામાં આવે તો મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળ થઈ શકે છે. 

ત્રણ વર્ષથી પોતાના પરિવારને નથી મળી
નોંધનીય છે કે રાઝિયા મુરાદીએ 6 માર્ચે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં એમએ (પબ્લિક એડમિનિસ્ટ્રેશન) માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ગુજરાત યુનિવર્સિટીમાં ભણે છે. તેણે એમએમાં 8.60 (સીજીપીએ) ગ્રેડની સાથે સર્વોચ્ચ અંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો છે. મુરાદી છેલ્લા ત્રણ વર્ષથી અફઘાનિસ્તાનમાં પોતાના પરિવારને મળી શકી નથી. 

વર્તમાનમાં પીએચડી કરી રહી છે રાઝિયા
નોંધનીય છે કે રાઝિયાએ એપ્રિલ 2022માં પોતાનો એમએનો અભ્યાસ પૂરો કર્યો હતો અને હવે તે લોક પ્રશાસનમાં પીએચડી કરી રહી છે. અફઘાનિસ્તાથી ભારત આવ્યા બાદ તેણે કોવિડ લોકડાઉનને કારણે પોતાનો અભ્યાસ ઓનલાઇન શરૂ કર્યો હતો. પહેલા બે સેમેસ્ટરમાં તેના વર્ગો અને પરીક્ષાઓ ઓનલાઇન આયોજીત કરવામાં આવી હતી. ગોલ્ડ મેડલ સિવાય તેણે દીક્ષાંત સમારોહમાં શારદા અંબાલાલ દેસાઈ પુરસ્કાર પણ જીત્યો હતો. 

ભારતની જનતાનો આભાર
ગોલ્ડ મેડલ જીત્યા બાદ રાઝિયા મુરાદીએ તાલિબાન પર નિશાન સાધતા કહ્યું કે આ શરમની વાત છે કે તેણે યુવતીઓ અને મહિલાઓ માટે ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મને આ તક આપવા માટે હું ભારત સરકાર, આઈસીસીઆર, વીએનએસજીયુ અને ભારતની જનતાનો આભાર માનુ છું. નોંધનીય છે કે તાલિબાને ઇસ્લામી કાયદા હેઠળ દેશમાં મહિલાઓ માટે ઔપચારિક શિક્ષણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news