અમદાવાદ: કરોડોની દાણચોરીનું પ્લાનિંગ ફેલ, એરપોર્ટ પરથી ઝડપાયું 24 કિલો સોનું

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરીએક વાર સોનાની દાણચોરી ઝડપી લેવામાં આવી છે. જેમાં દુબઇથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી આશરે 24 કિલો જેટલું સોનું ઝડપી લેવામાં આવ્યું છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટે બાતમીના આધારે મુસાફરની પૂછપરછ હાથધરી વધુ તપાસ શરૂ કરી છે. 

અમદાવાદ: કરોડોની દાણચોરીનું પ્લાનિંગ ફેલ, એરપોર્ટ પરથી ઝડપાયું 24 કિલો સોનું

અમિત રાજપુત/અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરીએક વાર સોનાની દાણચોરી ઝડપી લેવામાં આવી છે. જેમાં દુબઇથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી આશરે 24 કિલો જેટલું સોનું ઝડપી લેવામાં આવ્યું છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટે બાતમીના આધારે મુસાફરની પૂછપરછ હાથધરી વધુ તપાસ શરૂ કરી છે. 

દુબઇથી ફ્લાય દુબઇ નામની એરલાઇન્સમાં મુસાફર અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો અને શંકના આધારે કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યક્તિ દ્વારા પૂછપરછ કરતા આ મુસાફર પાસેથી આશરે કરોડોની રકમનું આશરે 24 કિલો જેટલું સોનું ઝડપાયું હતું. કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા મુસાફરની અટકાયત કરીને તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પર અનેકવાર સોનાની દાણચોરી મોટા પ્રમાણમાં થતી હોવાથી કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વાર ચુસ્ત તપાસ રાખવામાં આવતી હોય છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા મંગળવારે આશરે 24 કિલો જેટલા ગેરદાદેસર સોનાની દોણચોરી કરી રહેલા મુસાફરની અટકાયત કરવામાં આવી છે. દુબઈ થી અમદાવાદ આવતા મુસાફરે સોનાને એરપોર્ટની બહાર લાવવા માટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફની મદદ લીધી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news