અહમદ પટેલે આપ્યા હતા 30 લાખ રૂપિયા! તીસ્તાના પૂર્વ સહયોગી રઈસ ખાને ખોલી પોલ

રઈસ ખાન પઠાણે કહ્યુ કે અહમદ પટેલે તીસ્તાને પોતાની પાર્ટી અને દેશ-વિદેશની એજન્સીઓ પાસેથી ફંડ આપવાનું આશ્વાસન આપ્યું હતું. તેણે કહ્યું કે શરૂમાં તીસ્તાને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યાં. બાદમાં 25 લાખ આપવામાં આવ્યા હતા. 
 

અહમદ પટેલે આપ્યા હતા 30 લાખ રૂપિયા! તીસ્તાના પૂર્વ સહયોગી રઈસ ખાને ખોલી પોલ

અમદાવાદઃ તીસ્તા સીતલવાડના પૂર્વ સહયોગી રઈસ ખાને અહમદ પટેલ દ્વારા ગુજરાત તોફાનો બાદ 30 લાખ રૂપિયા આપવાની વાત કબૂલી છે. હકીકતમાં એસઆઈટીએ તીસ્તા સીતલવાડની જામીન અરજીનો વિરોધ કરતા દાવો કર્યો કે અહમદ પટેલે ત્યારની ભાજપ સરકારને પાડવાના ષડયંત્ર માટે સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. 

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે રઈસ ખાન પઠાણે કહ્યુ કે અહમદ પટેલે તીસ્તાને પોતાની પાર્ટી અને દેશ-વિદેશની એજન્સીઓ પાસેથી ફંડનું આશ્વાસન આપ્યું હતું. તેણે કહ્યું કે શરૂઆતમાં તીસ્તાને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા. બાદમાં 25 લાખ રૂપિયાની રકમ તીસ્તાને સોંપવામાં આવી હતી. 

તીસ્તાના પૂર્વ સહયોગીએ કહ્યું કે 2002માં ગુજરાત તોફાનો બાદ જ્યારે અહમદ પટેલે પ્રથમવાર તીસ્તાને સર્કિટ હાઉસમાં મળવા બોલાવી, ત્યારે હું પણ તેની સાથે હતો. અહમદ પટેલે તીસ્તાને કહ્યું કે તે બાબરી મસ્જિદ તોફાનમાં તેની ભૂમિકાથી પરિચિત છે. 

રઈસ ખાન પ્રમાણે આ મુલાકાતમાં અહમદ પટેલે તીસ્તા સીતલવાડને કહ્યું કે હું તમારા કામથી સારી રીતે પરિચિત છું, જે તમે બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિ આંદોલનના સમયે કર્યુ હતું. ત્યારે અમે સત્તામાં હતા, પરંતુ હવે નથી. બંનેની લાંબી વાતચીત બાદ વાત ફંડ પર આવીને ઉભી રહી હતી. 

તીસ્તા સીતલવાડે સ્પષ્ટ કહ્યું હતું કે અમારી પાસે ફંડ નથી. જો ફંડની કમી હોય તો અમે આગળ કામ કરી શકીશું નહીં. ત્યારે અહમદ પટેલે તીસ્તાને ફંડને લઈને ચિંતા ન કરવાનું કહ્યું હતું. 

તો આ મુદ્દે વિવાદ શરૂ થયા બાદ ગુજરાત કોંગ્રેસે એફિડેવિડમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય લાભ લેવા માટે ભારતીય જનતા પાર્ટીના ઈશારા પર તેમની પાર્ટીના નેતા દિવંગત અહમદ પટેલનું નામ લેવાનો આરોપ લગાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news