લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારની ગુજરાતને સૌથી મોટી ભેટ, 46 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 554 રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું.. 41 હજાર કરોડના ખર્ચે સમગ્ર દેશના 554 રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ થશે જેમાં ગુજરાતના 46 શહેરોના રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.
Trending Photos
Railway stations of 46 cities of Gujarat: લોકસભા ચૂંટણી પહેલાં સમગ્ર દેશમાં આમોલ પરિવર્તનના સૌથી મોટા અભિયાનની પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂઆત કરવામાં આવી.. જી હાં, અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 554 રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું.. 41 હજાર કરોડના ખર્ચે સમગ્ર દેશના 554 રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ થશે જેમાં ગુજરાતના 46 શહેરોના રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.
ભારતીય રેલવેમાં એક આમૂલ પરિવર્તન
રેલવેના મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે ખાસ કાર્યો હાથ ધરાયા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સુવિધાઓ, સલામતી, આરામદાયક અને નૈસર્ગિક મુસાફરીનો મુસાફરોને તદ્દન નવો અનુભવ પ્રદાન કરવા તથા સેવાઓમાં વૃદ્ધિ કરવાના ભાગ રૂપે ભારતીય રેલવેમાં એક આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે..
ગુજરાતના 46 રેલવે સ્ટેશનનો સમાવેશ
પ્રધાનમંત્રી મોદીના હસ્તે 41 હજાર કરોડના રેલવેના કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. સમગ્ર દેશના 554 રેલવે સ્ટેશનનું નવીનિકરણ કરવામાં આવશે. જેમાં ગુજરાતના 46 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત ડિવિઝનના 9 રેલ્વે સ્ટેશનની કાયાકલ્પ થશે. રાજકોટ રેલવે જંકશનની સાથે જ ડિવિઝનના 12 સ્ટેશનોની કાયાકલ્પ થશે. વડોદરા વિભાગના 8 રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટનું ખાતમુહૂર્ત થયું છે.
લોકસભા ચૂંટણી પહેલાં રેલવેના આધુનિકરણની કેન્દ્ર સરકારની આ સૌથી મોટી યોજના છે. આ તમામ રેલવે સ્ટેશનમાં જે તે શહેરની ઓળખ જોવા મળશે..
રીડેવલોપમેન્ટ થનારા રેલ્વે સ્ટેશનોમાં શું હોઈ શકે છે સુવિધા?
- વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ,
- બુકિંગ અને પાર્સલ ઓફિસ,
- લિફ્ટ,
- એસ્કેલેટર,
- કોન્ફોર્સ,
- એસી વેઇટિંગ રૂમ,
- સુવિધાજનક પાર્કિંગ,
- આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ,
- એનાઉન્સમેન્ટ સિસ્ટમ,
- વાઇ-ફાઇ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે..
દેશના 554 રેલવે સ્ટેશનનું નવીનિકરણ કરવામાં આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સાથે દેશના 2000 સ્થાનો પર લોકાર્પણ અને ખાતમૂહુર્તની કામગીરી કરીને નવો વિશ્વવિક્રમ પણ સ્થાપી દીધો. દેશના 554 સ્ટેશનોના પુનર્વિકાસની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 1500 રોડ ઓવર બ્રિજ અને અંડર બ્રિજના શિલાન્યાસ તેમજ લોકાર્પણની પરિયોજનાના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે