દક્ષિણ ગુજરાતના ખેડૂતો કરી રહ્યાં છે એવુ કામ, જેનાથી વૈજ્ઞાનિકોની પણ વધી ગઈ ચિંતા

દક્ષિણ ગુજરાતના ખેડૂતો કરી રહ્યાં છે એવુ કામ, જેનાથી વૈજ્ઞાનિકોની પણ વધી ગઈ ચિંતા
  • કૃષિ વૈજ્ઞાનિકોની ચિંતા વધી, દક્ષિણ ગુજરાતમાં શેરડીમાં વધુ પ્રમાણમાં જંતુનાશક દવાના ઉપયોગથી સજીવ જમીન નિર્જીવ બની રહી છે 
  • ખેડૂતો વહેલી રોપણી અને વહેલી કાપણીને દયાને રાખી વધુ પ્રમાણમાં જમીનમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરી રહ્યા છે, જે જમીન માટે ખતરાસમાન

કિરણસિંહ ગોહિલ/સુરત :દક્ષિણ ગુજરાતની એક ઘટનાથી કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂત આગેવાનોની ચિંતા વધી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરવામાં આવે છે. પરંતુ ખેડૂતો જમીનમાં વરાપ આવે એ પહેલા,વહેલી રોપણી અને વહેલી કાપણીના ચક્કર માં ખેડૂતો શેરડીની રોપણી કરતા હોય છે અને ત્યારબાદ ખેતરમાં મોટા પ્રમાણ માં ઘાસ ઉગી નીકળતું હોય છે.અને આ નિદામણ દુર કરવા ખેડૂતો મોટા પ્રમાણમાં જંતુનશક દવાનો છંટકાવ કરતા હોય છે. જેના કારણે સજીવ જમીન નિર્જીવ બની રહી છે

એક તરફ કૃષિ વૈજ્ઞાનિકો દક્ષિણ ગુજરાતમાં શેરડી બનાવતા ખેડૂતોને ખેતરમાં ખાતર આડેધડ નહિ નાંખવા વારંવાર ખેડૂત શિબિરમાં કહેતા હોય છે. પરંતુ ખેડૂતો સારું ઉત્પાદન મળે એ માટે સતત ખાતર નાંખતા હોય છે. જમીનમાં ખાતર  અને પાણી નાંખવાનું ચોક્કસ માપ હોય છે. પણ ખેડૂતો ખેતરમાં વરાપ આવે એ પહેલા વહેલી રોપણી અને વહેલી કાપણી કરવાના ચક્કરમાં આડેધડ શેરડી વાવી દેતા હોય છે. અને થોડા સમયમાં મોટા પ્રમાણમાં ઘાસ ઉગી નીકળે છે. આ નિંદામણ દુર કરવા જંતુનાશક દવાનો પણ આડેધડ ઉપયોગ કરતા હોય છે. જેના કારણે સજીવ જમીન હવે ખરાબ થઇ રહી છે. જેના કારણે કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂત આગેવાનો ખેડૂતોને ચેતવી રહ્યા છે કે તમારી જમીનને સાચવો. 

આ વિશે કૃષિ વૈજ્ઞાનિક સી.જી ઈંટવાલા જણાવે છે કે, દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે શેરડીનું વાવેતર ઓક્ટોબર માસમાં કરવુ જોઈએ. જેથી શેરડીનો સારો વિકાસ અને વધુ ઉત્પાદન મેળવી શકાય. પણ તેઓ તેવુ કરતા નથી. જે રીતે વરસાદમાં રોપાય છે તેને કારણે જમીન ચિપક થઈ જાય છે, બગડી જાય છે. જેથી શેરડીના મૂળનો વિકાસ બરાબર થતો નથી. તેની અસર ઉત્પાદન પર પડે છે. સાથે જ ખેડૂતો જે પેસ્ટીસાઈડ્સ વાપરે છે તેનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news