સુરત બાદ ભાજપે બીજો મોટો ખેલ પાડ્યો, પંમચહાલમાં ડમી ઉમેદવાર ભાજપમાં જોડાશે

Panchmahal Loksabha : પંચમહાલ કોંગ્રેસમાં ભંગાણ... કોંગ્રેસના પદાધિકારી સહિત કાર્યકરો કરશે કેસરિયા... દુષ્યંતસિંહ ચૌહાણ, રશ્મિકા ચૌહાણ સહિત 31 પદાધિકારીઓ ભાજપમાં જોડાશે... આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કરશે કેસરિયા

સુરત બાદ ભાજપે બીજો મોટો ખેલ પાડ્યો, પંમચહાલમાં ડમી ઉમેદવાર ભાજપમાં જોડાશે

Loksabha Election : ભાજપે સુરતમાં મોટો ખેલ કરીને સુરત લોકસભા બેઠકને બિનહરીફ બનાવી છે. ત્યારે હવે ભાજપે બીજો મોટો ખેલ પંચમહાલમાં કર્યો છે. પંચમહાલ કોંગ્રેસ માટે સૌથી આઘાતજનક સમાચાર આવ્યા છે. પંચમહાલમાં કોંગ્રેસના લોકસભાના ડમી ઉમેદવાર જ ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. જેઠા ભરવાડ સામે લડનારા દુષ્યંતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાશે. શહેરા વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણએ લોકસભા ચૂંટણી માટે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પંચમહાલનું શહેરા તાલુકો કોગ્રેસ મુક્ત બનવા જઈ રહ્યો છે. કોંગ્રેસના પદ્દાધિકારી સહિત કાર્યકરો કેસરિયો કરશે. શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. તો ગોધરાથી લડનારા રશ્મિકા ચૌહાણ પણ ભાજપમાં જોડાશે. આ ઉપરાંત પંચમહાલ કોંગ્રેસના મહિલા પ્રમુખ પણ કેસરિયો કરશે. 

પંચમહાલમાંથી કોંગ્રેસનો સફાયો
પંચમહાલમાંથી કોંગ્રેસનો સફાયો થવા જઈ રહ્યો છે. વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે ગોધરામાં આવતીકાલે અમિત શાહની મુલાકાત પહેલા મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરા તાલુકાને મહદ અંશે કોંગ્રેસ મુક્ત બનાવ્યો છે. જેઠાભાઇ સામે વિધાનસભા ચૂંટણી માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર દુષ્યંતસિંહ ચૌહાણ સહિત 72 કોંગી અગ્રણીઓ સાથે આવતીકાલે ભાજપમાં પ્રવેશ કરશે. 

કોણ છે દુષ્યંતસિંહ ચૌહાણ
દુષ્યંતસિંહ ચૌહાણ અગાઉ શહેરા વિધાનસભામાં જેઠા ભરવાડની સામે ઉભા રહ્યા હતા. તેના બાદ હાલ તેઓએ લોકસભા ચૂંટણી માટે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. રશ્મિકાબેન ચૌહાણ કે જેમને ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગોધરા બેઠક પરથી ટિકિટ આપી હતી. પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યા બાદ તેઓ કોંગ્રેસથી નારાજ હતા. દુષ્યંત ચૌહાણ નારાજગી બાદ પ્રદેશ પ્રભારીની હાજરીમાં સમાધાન પણ થયું હતું. પંરતુ બાદમાં તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખને ઇમેઇલ મારફતે રાજીનામા પત્ર મોકલી આપ્યો હતો. 

ગતરોજ આખી ટીમ સાથે જેઠા ભરવાડે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આવતીકાલે અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં પંચમહાલ કોંગ્રેસના આગેવાનો સહિત 72 લોકો કેસરિયા ધારણ કરશે. કોંગ્રેસના પ્રદેશ ડેલિકેટ અને શહેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ, ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ, પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ વખતબેન સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે.  

આમ, કુલ મળીને કોંગ્રેસના 41 સક્રિય સભ્યો, 31 પદ્દાધિકારી ભાજપમાં જોડાશે. કોંગ્રેસના કુલ 72 થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આવતીકાલે કેસરિયા કરશે. આ તમામે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. ત્યારે આ સામુહિક રાજીનામાથી પંચમહાલ જિલ્લાના રાજકારણમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news