વ્યાજના ચક્કરમાં આત્યહત્યા: છ દિવસ બાદ પણ ખેડૂત પરિવાર કર્યો નથી લાશનો સ્વિકાર, CMને કરાશે રજૂઆત
સાબરકાંઠા જીલ્લાના વડાલીના ખેડૂતે વ્યાજખોરોના ત્રાસ થી છ દિવસ અગાઉ ઝેરી દવા આરોગી મોત ને વહાલું કરી લીધું હતું ત્યારે ન્યાય ના મળે ત્યાં સુધી પરિવારે લાશનો અસ્વીકાર કરાયો છે. સાથે જ બે દિવસ અગાઉ મોટી રેલી યોજી આવેદન પત્રો આપવામાં આપ્યા બાદ પરિવાર જનોએ સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોવાથી ખાસ એજન્સીને તપાસ સોપવાની માગ કરી છે.
Trending Photos
શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા: સાબરકાંઠા જીલ્લાના વડાલીના ખેડૂતે વ્યાજખોરોના ત્રાસ થી છ દિવસ અગાઉ ઝેરી દવા આરોગી મોત ને વહાલું કરી લીધું હતું ત્યારે ન્યાય ના મળે ત્યાં સુધી પરિવારે લાશનો અસ્વીકાર કરાયો છે. સાથે જ બે દિવસ અગાઉ મોટી રેલી યોજી આવેદન પત્રો આપવામાં આપ્યા બાદ પરિવાર જનોએ સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોવાથી ખાસ એજન્સીને તપાસ સોપવાની માગ કરી છે. તો ચૌધરી સમાજ ધ્વારા ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે.
સાબરકાંઠા જીલ્લાના વડાલીના ખેડૂત યુવકે છ દિવસ અગાઉ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કરી લીધું હતું. ત્યારબાદ પરિવારજનોએ પણ ન્યાય ના મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાથી અળગા રહ્યા છે .આજે છ દિવસ થયા હોવા છતાં હજુ પરિવારજનોએ લાશ સ્વીકારી નથી. સાથે જ બે દિવસ અગાઉ વડાલી શહેર સજ્જડ બંધ રાખી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના આંજણા પટેલ સમાજ સહીત સ્થાનિક લોકોએ મોટી રેલી યોજી જીલ્લા પોલીસ વડા અને મામલતદારને આવેદન પત્ર આપી આરોપીઓને ઝડપી પકડી ન્યાયની માગ કરાઈ હતી.
પરંતુ હજુ સુધી આરોપીઓને પકડવામાં સ્થાનિક પોલીસ નિષ્ક્રિય રહી છે. તો બીજી તરફ મૃતકની સગર્ભા પત્નીએ પણ આરોપીઓ પકડવા માટે પોલીસ તંત્રને આજીજી પણ કરી હતી. સાથે જ આત્મવિલોપનની ચીમકી પણ અપાઈ હતી. તે છતાં હજુ પોલીસ આરોપીઓ સુધી પહોચવામાં વિલંબ કરી રહી હોય એવા આક્ષેપ સાથે ઉચ્ચ તપાસ એજન્સીને તપાસ સોપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. તો અંગે સમાજના પ્રમુખ ધ્વારા પણ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી તપાસ અન્ય એજન્સીને આપવા માટે રજૂઆત કરશે.
શું છે સમગ્ર મામલો
સાબરકાંઠા જીલ્લાના વડાલીના યુવાન ખેડુતે વ્યાજના ચક્કરમાં 6 દિવસ અગાઉ આત્મહત્યા કરી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. વડાલીમાં રહેતા નરેશ પટેલે વડાલીમાં જ રહેતા શખ્શો પાસેથી વ્યાજે રૂપીયા લીધા હતા. ખેતી માટે ખર્ચને પહોંચી વળવા માટે વડાલીના જ શખ્શો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને બાદમાં પૈસા આપનાર અને તેના સાગરીતોએ થઇને ખેડુત નરેશ પટેલને ધાક ધમકી આપવી શરૂ કરી હતી.
નરેશ પટેલ અવાર નવારની ધાક ધમકીને લઇને છેલ્લા કેટલાક દીવસથી ચિંતામાં હતા અને બાદમાં ઝેરી દવા આરોગીને મોતને વહાલું કરી લીધું હતું. જેની ફરિયાદ વડાલી પોલીસ મથકમાં કરવામાં આવી હતી. જેમાં સાત જેટલા વ્યાજખોરો સામે મની લોન્ડરિંગ અને દુષ્પ્રેરણની ફરિયાદ કરી છે, પરંતુ આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. ત્યારે પોલીસ તંત્ર ધ્વારા પરિવાર જનો સાથે સમાધાન કરી લાશનો નિકાલ કરવાની વાતા ઘાટો ચાલી રહ્યો છે. સાથે જ અલગ અલગ ટીમો બનાવી અલાગ અલગ દિશામાં તપાસ ચાલી રહી છે. તો પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે અને કાર્યવાહી કરાશે.
એક તરફ વડાલી શહરે ના ખેડૂતે વ્યાજ ખોર ના ત્રાસ થી મોત ણે વાહલું કરી લીધું છે ત્યારે પરિવાર જનો ધ્વારા લાશ નો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો છે તો બીજી તરફ પોલીસ ધ્વારા સમાધાન કરી લાશ નો નિકાલ કરવાની વાત થઇ રહી છે સાથેજ પરિવાર જનો એ આક્ષેપ કર્યો છે કે પોલીસ તંત્ર ધ્વારા આરોપીને છાવરવામાં આવી રહ્યા છે એટલે તપાસ કોઈ ઉચ્ચ એજન્સીને તપાસ આપવાની માગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે