કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ અલ્પેશ ઠાકોરની ‘નવી રાજકીય ઇનિંગ’, કરશે ભાજપમાં જોડાણ

અલ્પેશ ઠાકોર આવતા અઠવાડિયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ શકે છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આગામી બે દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાણ કરી શકે છે. 

કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ અલ્પેશ ઠાકોરની ‘નવી રાજકીય ઇનિંગ’, કરશે ભાજપમાં જોડાણ

હિતેન વિઠલાણી/દિલ્હી : અલ્પેશ ઠાકોર આવતા અઠવાડિયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ શકે છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આગામી બે દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાણ કરી શકે છે. 

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસારક આવાનારા 2 દિવસોમાં અલ્પેશ ઠાકોર પોતાની આગામી રણનીતિ જાહેર કરશે. પોતાના મત વિસ્તાર રાઘનપુરના વિકાસ અને ઠાકોર સમાજના હિત માટે પોતાની રાજકીય ઇનિંગની નવેસરથી શરૂઆત કરશે. અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરી શકે છે.

કોંગ્રેસમાંથી તમામ પદોપરથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી હટાવવા માટે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં આવ્યા બાદ તરત જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. હવે સુત્રો દ્વારા માહિતી મળી રહી છે, કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાણ કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news