આ ગામમાં હોળીકા દહન કર્યા બાદ ઉઘાડા પગે અંગારા પર ચાલે છે લોકો

રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં હોળીકા દહન કરવામાં આવે છે. હોળી પર્વની ઉજવણી રાજ્ય હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી છે. ગાંધીનગરના પાલજ ગામ ખાતે વિશાળ હોળી પ્રગટાવીને લોકોએ પર્વની ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 

 આ ગામમાં હોળીકા દહન કર્યા બાદ ઉઘાડા પગે અંગારા પર ચાલે છે લોકો

ઉદય રંજન/ગાંધીનગર: રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં હોળીકા દહન કરવામાં આવે છે. હોળી પર્વની ઉજવણી રાજ્ય હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી છે. ગાંધીનગરના પાલજ ગામ ખાતે વિશાળ હોળી પ્રગટાવીને લોકોએ પર્વની ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 

પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્ત્વ છે. હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. નવાઇની વાત એ છે કે, ધગધગતા અંગારાઓ પર બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ ઉઘાડા પગે ચાલી નીકળતા હોવા છતાં તેઓ દાઝતા હોતા નથી. આ બાબત આ ગામના લોકો માટે શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક પરંપરા હોવાનું કહેવાય છે. 

હોળી પ્રાગટયની આ અનોખી પરંપરાને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી લોકો પાલજ ગામે આવે છે. ગ્રામજનો આ પરંપરા વિશે કહે છે કે, ગામમાં મહાકાળી માતાજીનું મંદિર છે. તેના સતના કારણે અંગારા પર ચાલવા છતાં આજ સુધી એકેય શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થવા પામી નથી. અહીં હોળીના દિવસે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાય છે. તે પહેલાં ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ દેવાય છે. પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં તે દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી થાય છે.

હોળીના દસ દિવસ પહેલાંથી તેની તૈયારીઓ આરંભી દેવાય છે. ગામના યુવાનો વગડાઓમાંથી લાકડા લાવે છે અને આશરે પચીસેક ફૂટ ઊંચો લાકડાનો ઢગલો એક જગાએ કરે છે. હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી, મહુડો અને રાયસણના ડોડાનો હાર બનાવીને લાવે છે. તે બાજરીના સાંઠાઓમાં પરોવીને તેને હોળીમાં હોમાય છે અંગારાઓ પર સૌપ્રથમ મહાકાળી માતાના મંદિરના પૂજારી ચાલે છે અને તેમની પાછળ ‘જય મહાકાળી’ના નાદ સાથે ભક્તો ચાલે છે.

 

50 હજારથી વઘુની રોકડ પકડાશે તો થશે કાયદાકીય કાર્યવાહી: મુખ્ય ચૂંટણી અધિકારી

હોળીના દિવસે આ અંગારાઓ પર ચાલવા માટે લાંબી લાઇનો લાગે છે. તેમ છતાં એકેય શ્રદ્ધાળુ દાઝી ગયાનો કિસ્સો અહીં બન્યો નથી. ગામમાં હોળી પ્રગટે તેની જ્વાળાઓ છેક સો ફૂટ ઊંચે જતી હોય છે અને પૌરાણિક માન્યતા અનુસાર હોળીનો તાપ લેવાથી વર્ષ દરમિયાન શરીરમાં કોઇ બીમારી આવતી નથી. હોળીના દિવસે ગામમાં મેળો પણ ભરાય છે. જેમાં પાલજ ઉપરાંત આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news