આફ્રિકામાં તબાહી મચાવનારો કોરોનાનો નવો સ્ટ્રેન ગુજરાત પહોંચ્યો, કલોલમાં કેસ આવતા તંત્રમાં દોડધામ

આફ્રિકામાં તબાહી મચાવનારો કોરોનાનો નવો સ્ટ્રેન ગુજરાત પહોંચ્યો, કલોલમાં કેસ આવતા તંત્રમાં દોડધામ
  • ગુજરાતમાં કોરોનાના આફ્રિકન સ્ટ્રેનનો હાહાકાર, ગાંધીનગર પાસે મળ્યો શંકાસ્પદ કેસ
  • સાઉથ આફ્રિકાથી કલોલ આવેલા એક યુવકમાં કોરોનાના નવા સ્ટ્રેનનાં લક્ષણો જણાયા
  • યુવકના ઘરની હિસ્ટરી મેળવીને યુવકના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કરાયા 

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 715 પર પહોંચી ગયો છે. ગુજરાતના અન્ય શહેરોમાં પણ કોરોનાનો હાહાકાર મચી ગયો છે. આવામાં ગુજરાતમાં કોરોનાના યુકે સ્ટ્રેઈન અને આફ્રિકન સ્ટ્રેન (african strain) ની પણ એન્ટ્રી થઈ છે. તાજેતરમાં સુરતમાં યુકે અને આફ્રિકન સ્ટ્રેનના કેસ જોવા મળ્યા હતા. ત્યારે હવે પાટનગર ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેઇનનો કેસ (corona case) નોંધાયો છે. મૂળ કલોલના અને હાલ આફ્રિકાથી આવેલા વ્યક્તિમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. જોકે, આ શંકાસ્પદ કેસ સંદર્ભે સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પૂણે મોકલવામાં આવ્યા છે. હાલ દર્દીને 14 દિવસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક માસ અગાઉ યુકેથી આવેલા દંપતીનો રિપોર્ટ પુણા મોકલવામાં આવ્યો હતો પણ હજુ સુધી પૂણેથી તેનો રિપોર્ટ નથી આવ્યો. 

યુવકના નજીકના લોકોને આઈસોલેટ કરાયા 
રાજ્યમાં કોરોના એક્ટિવ કેસ (gujarat corona update) નો આંકડો 4000ને પાર થઈ ગયો છે. ત્યારે હવે પાટનગરમાં જ આફ્રિકન સ્ટ્રેન (african strain) જોવા મળતા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. 2 માર્ચે સાઉથ આફ્રિકાથી ગાંધીનગરના કલોલના બોરી‌સણા ખાતેના 31 વર્ષીય યુવાનમા કોરોનાનાં લક્ષણો જણાયા હતા. જેના બાદ તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેનો ટેસ્ટ કરવામાં આવતાં આફ્રિકન સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો તેનામાંથી મળી આવ્યાં છે. આફ્રિકામાં તબાહી મચાવનારો કોરોનાનો નવો સ્ટ્રેન હવે ગુજરાત પહોંચી ગયો છે. ત્યારે ગાંધીનગરમાં શંકાસ્પદ કેસથ ખળભળાટ મચી ગયો છે.  હાલમાં યુવકના ઘરની હિસ્ટરી મેળવીને યુવકના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે. તો સાથે યુવક સારવાર હેઠળ છે. 

આ પણ વાંચો : 20 વર્ષથી કમરના દુખાવા સામે ઝઝૂમતી મહિલાને બે જ દિવસમાં રાહત મળી 

સુરતમાં હવાઈ મુસાફરી કરનારાઓને સૂચના
તો બીજી તરફ, સુરતમાં હવાઈ મુસાફરી કરનારાઓને ખાસ તાકીદ કરવામાં આવી છે. DGCA એ મુસાફરો માટે સર્ક્યુલર જાહેર કર્યું છે. તમામ એરપોર્ટ અને ફલાઈટ માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. અનેક મુસાફરો કોરોનાનું ગાઈડલાઈન પાડતા નથી. જેથી મુસાફરો ફરજીયાત માસ્ક પહેરે તે જરૂરી તેવુ આ જાહેરનામામાં કહેવાયું છે. સુરક્ષાકર્મીઓ અને સ્ટાફને તકેદારી રાખવા જણાવ્યું છે. 

રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમમાં 15 લોકો સંક્રમિત 
રાજકોટ-રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સંન્યાસી અને પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. આશ્રમમાં કોરોના વકરતા આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો છે. તેમજ તમામ પ્રવૃતિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આશ્રમમાં બહારથી આવનારી એન્ટ્રી પર પ્રતિબંધ મૂકાયો છે. મંદિર સાથે જોડાયેલા અનુયાયીઓને ટેસ્ટીંગ કરાવવા માટે રામકૃષ્ણ આશ્રમના સંચાલકોએ અપીલ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news