ગુજરાતની ચૂંટણી જીતવા ભાજપે નાણાંની કોથળી ખોલી દીધી, આ ધારાસભ્યોએ કર્યો સૌથી વધારે ખર્ચ
ADR દ્વારા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર વિશ્લેષણ કરાયું છે. જેમાં નિઝર બેઠકના જયરામ ગામીત, કલોલ બેઠકના બકાજી ઠાકોરે અને ધોળકા બેઠકના mla કિરીટસિંહ ડાભીએ ચૂંટણી જીતવા માટે સૌથી વધુ ખર્ચ કર્યો હોવાનો ખુલાસો થયો છે.
Trending Photos
ગૌરવ પટેલ/ગાંધીનગર: ADR દ્વારા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર વિશ્લેષણ કર્યું છે. જેમાં ધારાસભ્યોઓએ કરેલા ચૂંટણી ખર્ચની માહિતી બહાર પાડવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે, 3 MLA ચૂંટણી જીતવા માટે સૌથી વધુ ખર્ચ કર્યો છે.
ચૂંટણી જીતવા 3 MLAનો સૌથી વધુ ખર્ચ
ADR દ્વારા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર વિશ્લેષણ કરાયું છે. જેમાં નિઝર બેઠકના જયરામ ગામીત, કલોલ બેઠકના બકાજી ઠાકોરે અને ધોળકા બેઠકના mla કિરીટસિંહ ડાભીએ ચૂંટણી જીતવા માટે સૌથી વધુ ખર્ચ કર્યો હોવાનો ખુલાસો થયો છે. ADRના વિશ્લેષણ અનુસાર નિઝર બેઠકના જયરામ ગામીતે 38.65 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે, જ્યારે કલોલ બેઠકના બકાજી ઠાકોરે 37.78 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે અને ધોળકા બેઠકના mla કિરીટસિંહ ડાભીએ 36.9 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે.
AAPએ કર્યો સૌથી ઓછો ખર્ચ
બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી, કોગેસ અને આપના ધારાસભ્યોએ ચૂંટણી જીતવા સૌથી ઓછો ખર્ચ કર્યો છે. જેમાં સમાજવાદી પાર્ટીના કુતિયાણા MLA કાંધલ જાડેજાએ 6 લાખ 87 હજાર ખર્ચ્યા છે, જ્યારે કોંગેસના આકલવાના mla અમિત ચાવડાએ 9 લાખ 28 હજાર ખર્ચ કર્યો છે. તેવી રીતે આપના બોટાદ બેઠકના mla ઉમેશ મકવાણાએ 9 લાખ 64 હજાર ખર્ચ્યા છે.
કોને કેટલી મળી સીટ
જોકે, ભાજપે એવરેજ સમગ્ર ચૂંટણીમાં પ્રતિ વિધાનસભા એવરેજ 27 લાખ ખર્ચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગેસે એવરેજ સમગ્ર ચૂંટણીમાં પ્રતિ વિધાનસભા એવરેજ 24 લાખ ખર્ચ્યા છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156, કોગેસ 17, આમ આદમી પાર્ટીને 5 અને અપક્ષ 4 બેઠકો મળી હતી.
આમ આદમી પાર્ટીએ કર્યો ઓછો ખર્ચ
જ્યારે સમાજવાદી પાર્ટીના કુતિયાણા MLA કાંધલ જાડેજાએ 6 લાખ 87 હજાર ખર્ચ્યા અને કોંગ્રેસના આંકલવાના MLA અમિત ચાવડાએ 9લાખ 28 હજારનો ખર્ચ કર્યો છે. AAPના બોટાદ બેઠકના MLA ઉમેશ મકવાણાએ 9 લાખ 64 હજાર ખર્ચ્યા તેમજ ભાજપએ સમગ્ર ચૂંટણીમાં પ્રતિ વિધાનસભા એવરેજ 27 લાખ ખર્ચ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે