મોજશોખ પૂરા કરવા માટે વેપારીઓ સાથે કરતો હતો છેતરપિંડી, 17થી વધુ ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો
સુરતમાં અનેક વેપારીઓ સાથે છેતરપિંડી કરાવી પૈસા પડાવનાર એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી મોજખોશ પૂરા કરવા માટે અવનવા કિમિયા અજમાવી વેપારીઓ પાસે પૈસા પડાવતો હતો.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ પોતાના વૈભવી શોખ પૂરા કરવા માટે તેમજ પોતાની નશાની લત પૂરી કરવા માટે છૂટા પૈસા આપવાના બહાને અલગ અલગ દુકાનદારોને છેતરનાર આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી રોકડ મોબાઈલ સહિત રૂપિયા 1.65 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ 17થી વધુ છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે.
રાંદેર પોલીસને બાતમી મળી હતી કે અલગ અલગ દુકાનમાં ફરીને છેતરપિંડી આંચરતો મુખ્ય આરોપી અહેમદ રજા ઉર્ફે અયાન તૈલી હાલ રાંદેર વિસ્તારમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપી અહેમદ રજાની ધરપકડ કરી હતી. અહેમદ રજાએ હાલમાં જ રાંદેર, સરથાના, ઉતરાણ તેમજ સિંગણપુર વિસ્તારમાં અલગ અલગ દુકાનદારોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.
અહેમદ સૌ પ્રથમ તો જે દુકાને ટાર્ગેટ કરવાનો હોય તેની બાજુમાં આવેલી દુકાનમાં જતો હતો. જ્યાં જે દુકાન ટાર્ગેટ કરવાનો હોય તે માલિકની તમામ વિગતો લઈ લેતો હતો અને બાદમાં ટાર્ગેટ વાળી દુકાનમાં જતો હતો. ટાર્ગેટવાળી દુકાનના માલિકને હું બાજુની ઓફિસમાં જ કામ કરું છું. મારે મોટા દરની નોટનું બડલ જોઈએ છે હું નાની નોટનું બંડલ આપી જાઉં છું. તેમ કહી જે તે દુકાનદાર પાસેથી મોટા દરની નોટનું બંડલ પડાવીને ભાગી જતો હતો. પોલીસે તેની પાસેથી રોકડ ,મોબાઈલ તેમજ મોબાઇલ મળી ₹1,65,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપીએ પાંચ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. તેમજ અગાઉ સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં તેના વિરુદ્ધ 17 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. આરોપીની ઊંડાણપૂર્વક તપાસ કરતા અહેમદ રજા ડ્રગ્સ એડીકટેડ હતો તે અલગ અલગ મોંઘી દાટ કારોનો શોખીન પણ હતો. જ્યારે કોઈ દુકાનદાને શિકાર બનાવતો હતો ત્યારબાદ તે મુંબઈ અથવા તો દમણની આલીશાન હોટલમાં બે થી ત્રણ દિવસ સુધી રોકાતો હતો અને ડ્રગ્સ લઈ ત્યાં સુઈ જતો હતો.
જ્યારે પૈસા પુરા થઈ જતા ત્યારે ફરીથી અન્ય દુકાનદારોને નિશાન બનાવતો હતો. આ ઉપરાંત આરોપી મહંમદ અગાઉ વર્ષ 2017- 18 માં સ્ટાર ગ્રુપની ચેનલ પર આવતી રાધા ક્રિષ્ના નામની સિરિયલમાં પોતે ભીમ તરીકે પણ રોલ અદા કર્યો છે.હાલ તો રાંદેર પોલીસે આરોપી અહેમદ ના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે