મારા એક્ઝીટ પોલ મુજબ યુપીએની સરકાર બને છે : હાર્દિક પટેલ

દેશમાં ચાલી રહેલા એક્ઝીટ પોલમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા એક્ઝીટ પોલના આંકડાઓને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં 8થી 10 સીટોમાં કોંગ્રેસ જીત મેળવી રહી છે. હાર્દિકે કહ્યું કે મારા એક્ઝિટ પોલ મુજબ યુપીએની સરકાર બની રહી છે. 

મારા એક્ઝીટ પોલ મુજબ યુપીએની સરકાર બને છે : હાર્દિક પટેલ

રક્ષિત પંડ્યા/રાજકોટ: દેશમાં ચાલી રહેલા એક્ઝીટ પોલમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા એક્ઝીટ પોલના આંકડાઓને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં 8થી 10 સીટોમાં કોંગ્રેસ જીત મેળવી રહી છે. હાર્દિકે કહ્યું કે મારા એક્ઝિટ પોલ મુજબ યુપીએની સરકાર બની રહી છે. 

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, 30 વર્ષમાં 2014 સિવાય તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા હતા. સાત ચરણની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ સર્વે સામે આવતા હાર્દિક પટેલે કહ્યું કે દેશમાં યુપીએની સરકાર બનશે. અત્યારે સામે આવેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે.

સુરતમાં ગોડસે બાબતે બનેલી ઘટના અંગે હાર્દિકે પ્રતિક્રિયા આપી હતી. દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસના જન્મદિવસની સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તે લોકોએ દેશદ્રોહ હેઠળ ગુનો દાખલ કરવો જોઇએ. હાર્દિકે જણાવ્યું કે ભાજપ ગોડસેને માને છે. આ લોકોની અટકાયત કરે એને 5 દિવસમાં છોડી દેવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news