રખડતા ઢોરને લીધે ઝાયડસ બ્રિજ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત
આજે સવારે રખડતા ઢોરના લીધે ઝાયડસ બ્રિજ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઝાયડસ બ્રિજ પર અચાનક ઢોર આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું ટેમ્પોના માલિકે જણાવ્યું હતું.
Trending Photos
અમદાવાદ: રાજ્યમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો આતંક વધતો જાય છે. હાઇકોર્ટની ફટકાર બાદ પણ શહેરોના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ની 21 ટીમો રસ્તા પર રખડતા ઢોર્ને પકડવા માટે કાર્યરત છે. ગઇકાલે 100થી વધુ ગાયો પકડી 72 લોકો સામે FIR કરવામાં આવી હતી. AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રણ દિવસમાં 540 ગાયો પકડવામાં પકડવામાં આવી છે.
ત્યારે આજે સવારે રખડતા ઢોરના લીધે ઝાયડસ બ્રિજ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઝાયડસ બ્રિજ પર અચાનક ઢોર આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું ટેમ્પોના માલિકે જણાવ્યું હતું. બંને વાહન ચાલકોને ઇજા પહોંચી છે જ્યારે ઢોરનું મોત નિપજ્યું છે. પરંતુ સવાલ એ છે બ્રિજ પર ઢોર કેવી રીતે આવ્યું.
કેન્દ્ર સરકારે ગત ફેબ્રુઆરીમાં એક રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો, જેમાં જાણવા મળ્યું છે કે, 2019ની ગણતરી અનુસાર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર છે, તેમાંથી રખડતા ઢોર અને કુતરાની સંખ્યા પણ જોડાયેલી છે. જો વાત કરીએ તો, સૌથી વદારે રખડતા ઢોરવાળા રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 493 રખડતા ઢોર છે, તો બીજા નંબર ઉત્તર પ્રદેશમાં 469 છે. ત્યાર બાદ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઝારખંડ, પંજાબ અને હરિયાણામાં સૌથી વધારે રખડતા ઢોર રખડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સીઝન આવતાની સાથે ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળે છે. રખડતા ઢોર ખાસ ચોમાસાની સીઝનમાં સામાન્ય જગ્યાઓ પર ભીની જગ્યાઓ હોવાને લીધે રાખતા ઢોર રોડ રસ્તા પર આવીને બેસી જતા હોય છે. ત્યારે આ રસ્તા પર બેઠેલા ઢોરને લઇ શહેરીજનોમાં અકસ્માતની ભય વધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે