આઈન્સ્ટાઈન કરતા પણ મોટા ભેજાબાજ છે ગુજરાતના આ ગામના ખેડૂતો, મોબાઈલથી ઓપરેટ કરે છે ખેતર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના ખેડૂતોએ સિંચાઈના માટે અનોખો પ્રયાસ કર્યો છે. એક સંપમાંથી 20૦ જેટલા ખેડૂતોએ સિંચાઈના પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી 600૦ વીઘામાં ખેતી કરે છે. સાથે જ સારી ઉપજ સાથે આવક મેળવે છે.
આઈન્સ્ટાઈન કરતા પણ મોટા ભેજાબાજ છે ગુજરાતના આ ગામના ખેડૂતો, મોબાઈલથી ઓપરેટ કરે છે ખેતર

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના ખેડૂતોએ સિંચાઈના માટે અનોખો પ્રયાસ કર્યો છે. એક સંપમાંથી 20૦ જેટલા ખેડૂતોએ સિંચાઈના પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી 600૦ વીઘામાં ખેતી કરે છે. સાથે જ સારી ઉપજ સાથે આવક મેળવે છે.

વાત છે પ્રાંતિજના તખતગઢ ગામની કે જ્યાં ગામના ખેડૂતોએ પિયત મંડળી બનાવ્યા બાદ સરકારની યોજના અંતગર્ત ચેકડેમ સંપ બનાવ્યો છે. જ્યાં એક કુવામાથી 600 વીઘામાં ખેતી કરે છે. 20૦ ખેડૂતોએ સંપથી ખેતર સુધી પાઈપ લાઈન નાંખી છે અને ખેતરમાં પણ ડ્રીપથી સિંચાઈ કરે છે. આવા 20 ખેડૂતો આ સંપમાંથી પાણી લઈને ખેતી કરે છે. સંપ નજીક બનાવેલ રૂમમાં મીટર મુકવામાં આવ્યાં છે, જ્યાં 24 કલાકની લાઈટ મળે છે. જ્યાં મીટરના ઓપરેટ માટે મોબાઈલ ઓપરેટીંગ સિસ્ટમ દ્વારા ખેતરમા પાણી ઓટોમેટિક જ સિંચાઈ થાય છે. મોબાઈલથી કોલ લગાવો એટલે મોટર ચાલુ થાય છે અને ફરીથી કોલ લગાવો એટલે મોટર બંધ થાય છે. આમ નેટવર્ક કવરેજમાં હોવ ત્યારે ખેતરમાં સિંચાઈનું પાણી ચાલુ બંધ કરી શકાય છે. જેનાથી વીજળી અને પાણીની બચત સાથે ખેડુતોને દિવસ અને રાત અને આકરી ઠંડી જેવી વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી.

તખતગઢ ગામ પાણીની કરકસર માટે મોખરે રહ્યું છે. ગામમાં પીવાના પાણીનું પાણી મીટરથી આપીને વીજ અને પાણીની બચત કરાય છે. તો ખેતી ક્ષેત્રમાં પણ સરકારની સાત પગલા યોજના અંતર્ગત અનોખો પ્રયોગ કરી મોબાઈલથી ખેતરમાં સિચાઈ કરી રહ્યા છે અને પાણીની, સમય અને નાણાંની બચત કરી ૨૪ કલાકમાં ગમે ત્યારે ખેતરમાં સિંચાઈ કરે છે. ખેડૂતોને ઈચ્છા થાય ત્યારે ખેતરમાં સિંચાઈ કરી શકે છે. તો ખેતરમાં પાકના ઉત્પાદન માટે સંપથી જ દવાઓ પણ મોકલી શકે છે. એટલે કે ખેતરમાં પાકનું નિરીક્ષણ કરવા જ ખેડૂતો જાય છે. 20 ખેડૂતો 600 વીઘામાં ઘઉં, ચણા, મગફળી, શાકભાજી સહિતના પાકોની ખેતી કરી ઉત્પાદન સારું લે છે અને આવક પણ કરી શકે છે.
 
સરકારની યોજના થકી લાભ લઈને ખેડૂતોએ કરેલા આ અનોખા પ્રયાસની સફળતાના સોપાન સર કરનાર તખતગઢ ગામના ખેડૂતોએ બચત સાથે કરેલ સિંચાઈની પદ્ધતિ રાજ્યના ખેડૂતો અપનાવે તો અગામી દિવસમાં ખેડૂત સરળતાથી સારી ખેતી કરી વધુ ઉપજ સાથે પાણીની બચત કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news