Gujarat Election 2022: દિલ્હી MCD ચૂંટણીમાં AAPને મળેલી જીતના પડઘા ગુજરાતમાં! ઇટાલિયાએ કહ્યું; 'આજે દેશમાં નવો ઇતિહાસ રચાયો'

Gujarat Election 2022: ગોપાલ ઇટાલીયા દિલ્હી MCDના પરિણામો એ સાબિત કરી બતાવ્યું છે કે BJPને હરાવી શકાય છે. આવતીકાલના પરિણામ પણ બતાવશે કે BJPને રોકવામાં આપ સક્ષમ છે તેઓ દાવો કર્યો છે.

Gujarat Election 2022: દિલ્હી MCD ચૂંટણીમાં AAPને મળેલી જીતના પડઘા ગુજરાતમાં! ઇટાલિયાએ કહ્યું; 'આજે દેશમાં નવો ઇતિહાસ રચાયો'

Gujarat Election 2022, સુરત: દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી જીતની ખુશીમાં સુરતમાં આપ કાર્યકર્તાઓ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, અલ્પેશ કથિરીયા સહિત આપના કાર્યકર્તાઓએ મીઠાઈ ખવડાવી ઢોલ નગારાના સાથે વિજય ઉત્સવ મનાવ્યો છે. 

ગોપાલ ઇટાલીયા દિલ્હી MCDના પરિણામો એ સાબિત કરી બતાવ્યું છે કે BJPને હરાવી શકાય છે. આવતીકાલના પરિણામ પણ બતાવશે કે BJPને રોકવામાં આપ સક્ષમ છે તેઓ દાવો કર્યો છે.

આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ MCDમાં મળેલી જીતને લઈ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું છે કે આજે દેશમાં નવો ઇતિહાસ રચાયો છે. એક નાની પાર્ટીએ મોટી પાર્ટીને હરાવી છે. તમામ લોકોને શુભેચ્છા આપું છું. આપ રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી રહી છે.

દિલ્લી MCDના પરિણામોએ સાબિત કરી બતાવ્યું છે કે BJPને હરાવી શકાય છે. આવતીકાલના પરિણામ પણ બતાવશે કે BJPને રોકવામાં આપ સક્ષમ છે. આવતીકાલે ગુજરાતની જનતા પ્રેમ વરસાવશે. ગુજરાતની જનતાએ રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે જે આવતીકાલે સાબિત થશે સર્વેમાં આપને 20% વોટ શેર મળ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news