ગીતા પર મહાભારત : ગુજરાતમાં ગીતાના અભ્યાસ મુદ્દે AAP ના મનીષ સિસોદિયાનું વિવાદિત નિવેદન
ગુજરાતમાં ભાગવતી ગીતાના શિક્ષણને લઈને મનોષ સિસોદિયાએ આપેલા નિવેદનને લઈને રાજકરણ તેજ બન્યુ છે. આ બાદ ટ્વિટર પર પણ તેની ચર્ચા જાગી છે. સાથે જ ગુજરાત સરકારના શાળામાં ભાગવત ગીતા શીખવાડવાના નિર્ણયને લોકો આવકારી રહ્યાં છે. ત્યારે આપ પાર્ટી તેને વખોડી રહી છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં ગીતાના અભ્યાસક્રમ મુદ્દે આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો છે. દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું છે કે શાળાઓમાં શા માટે ગીતા ભણાવવામાં આવે? કામ રાવણ જેવું અને વાત ગીતાની કરો છે. જે લોકો ગીતાની વાત કરે છે તેઓ પોતાના જીવનમાં પણ ગીતાના સારનો અમલ કરે. ગીતાના વચનો અમલમાં લાવવાની સલાહ સાથે સિસોદિયાએ શાળાઓમાં ગીતાના શિક્ષણ સામે વાંધો ઉઠાવ્યો છે. ત્યારે ગુજરાતમાં મનોષ સિસોદિયાના આ નિવેદનને લઈને રાજકરણ તેજ બન્યુ છે. આ બાદ ટ્વિટર પર પણ તેની ચર્ચા જાગી છે. સાથે જ ગુજરાત સરકારના શાળામાં ભાગવત ગીતા શીખવાડવાના નિર્ણયને લોકો આવકારી રહ્યાં છે. ત્યારે આપ પાર્ટી તેને વખોડી રહી છે.
ગુજરાતની જનતા 2022માં મનીષ સિસોદીયાને જવાબ આપશે
ગીતા પરના નિવેદન પર મનીષ સિસોદીયાને મંત્રી જગદીશ પંચાલે કરારો જવાબ આપ્યો છે. જગદીશ પંચાલે કહ્યુ કે, મનીષ સિસોદીયા ગીતાનું મહત્વ જાણતા નથી. ગીતા એ હિન્દુ સંસ્કૃતિનું સૌથી મહત્વનું પુસ્તક છે. સ્વામી વિવેકાનંદ વિશ્વ પ્રવાસે પણ ગીતા લઈને ગયા હતા. આગામી દિવસોમાં મનીષ સિસોદીયાને ગીતા વિશે ખ્યાલ આવશે. ગુજરાતની જનતા 2022માં મનીષ સિસોદીયાને જવાબ આપશે.
સિંહોના ટોળા જ્યાં ફરે તે ખાંભાના લાપાળાના ડુંગરામાં લાગી વિકરાળ આગ
સરકારનો નિર્ણય ભાગવતાચાર્ય રમેશ ઓઝાએ આવકાર્યો
ગુજરાત સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-6થી 12માં ભાગવદ ગીતાનો સમાવેશ કરવાનો નિર્ણય કરાયો છે. સરકારના આ નિર્ણયનો ભાગવતાચાર્ય રમેશ ઓઝાએ આવકાર્યો છે. તેમણે કહ્યું કે, સરકારે લીધેલ આ નિર્ણય ખૂબ સારો છે. ભાગવત ગીતામાં એક પણ હિન્દુ શબ્દનો ઉપયોગ કરાયેલ નથી. આ નિર્ણયથી આગામી દિવસોમાં બાળકોને ગીતા વિશે પણ જ્ઞાન મળશે. આ નિર્ણય માટે ગુજરાત સરકાર અને ગુજરાતની જનતાને શુભેચ્છા આપી કે આપ શ્રીમદ ભગવદ્ ગીતાનું અમૃત પીવા જઇ રહ્યા છો.
આ ઉપરાંત ભાજપનાં નેતા ચૈતન્ય શંભુ મહારાજે પ્રતિક્રિયા આપી છે. ચૈતન્ય શંભુએ કહ્યું કે, આવા નિવેદન કરનાર લોકો દુર્યોધનવૃત્તિ વાળા છે. વિરોધ કરનાર લોકો દુર્યોધન વૃત્તિવાળા છે. શિષ્ટાચારની ભાષામાં વિરોધ કરવો જોઈએ. દેશની અને ગુજરાતની પ્રજાએ અમારો નિર્ણય સ્વીકાર્યો છે.
શાળામાં ભાગવત ગીતા શીખવાડવાનો સરકારનો નિર્ણય
ભગવત ગીતાના સિદ્ધાંતો માટેની તૈયારીઓ ગુજરાતની નવી શિક્ષણ પોલિસીમાં કરવામાં આવી છે. ભગવત ગીતાનો પરિચય હવે નવા અભ્યાસ ક્રમમાં દાખલ કરવામાં આવશે. ભગવત ગીતાના અલગ અલગ ભાગ ભણાવવામાં આવશે. ભગવત ગીતાના શ્લોકો, વકતૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા યોજવામાં આવશે. પ્રથમ તબક્કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય થાય એ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે . જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ -6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે. ધોરણ 6 થી 8 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન - પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે. ધોરણ 9 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન - પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે