ઈન્દ્રનીલની ઘરવાપસી પર AAP નો ખુલાસો, કહ્યું-તેમને સીએમ પદનો ચહેરો બનવું હતું, તેથી...
Gujarat Elections 2022 : ઈન્દ્રનીલ રાજ્યગુરુને બનવું હતું AAPનો સીએમ પદનો ચહેરો... 15 ટિકિટો માટે પણ કરતા હતા દબાણ... ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP છોડ્યા બાદ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું- ઈન્દ્રનીલભાઈ હવે કોંગ્રેસમાં જઈને સીએમ પદનો ચહેરો બને તેવી શુભેચ્છા...
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ :એક તરફ આમ આદમી પાર્ટીએ આજે ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની જાહેરાત કરી, તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આપથી છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં વાપસી કરી છે. ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પક્ષ છોડ્યા બાદ AAP ની પ્રતિક્રિયા આવી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP છોડ્યા બાદ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુને બનવું હતું AAPનો સીએમ પદનો ચહેરો. તેઓ 15 ટિકિટો માટે પણ દબાણ કરતા હતા. ઈન્દ્રનીલભાઈ હવે કોંગ્રેસમાં જઈને સીએમ પદનો ચહેરો બને તેવી શુભેચ્છા.
ઈસુદાન ગઢવીની જાહેરાત થતા જ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આપમાંથી વિદાય લીધી. ત્યારે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ખુલાસો કરતા કહ્યુ કે, અમે પાર્ટીના આદેશ મુજબ ઈશુદાન ગઢવીને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કર્યા છે. ગુજરાતના લોકોએ આ નિર્ણય કર્યો છે, તેથી શુભકામનાઓ અને સ્પોટ માટેના મેસેજ મળી રહ્યા છે. ઈસુદાનભાઈનું નામ સાંભળી ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખુશ જોવા મળી છે. આ ઉસ્તાહ દરમ્યાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઘર વાપસી કરી કોંગ્રેસમાં ગયા છે. ઈન્દ્રનીલ પાર્ટીમાં પોતાની માંગણી સંતોષવા દબાણ કરી રહ્યા હતા. તેમણે જળ દુરાગ્રહ રાખી 15 ટિકિટો માંગણી કરી હતી.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ઈન્દ્રનીલભાઈને AAPનો CM પદનો ચહેરો બનવું હતું. ઈન્દ્રનીલભાઈ ઘણા સમયથી પાર્ટી પર દબાણ કરી રહ્યા હતા. AAPએ નક્કી કર્યું હતું કે જનતા નક્કી કરશે એ CM ફેસ બનશે. જનતાનો નિર્ણય હતો તે પરિણામ જાહેર થયો. 15 ટિકિટો જે વ્યક્તિઓ માટે ઇન્દ્રનીલભાઈએ માંગી હતી, એ નિષ્ઠાપૂર્વક રહેવા માંગે વિચારધારામાં માનતા હોય તો રહી શકે. રાજભાએ પોતાનો મત વ્યક્ત કર્યો છે, એ સંનિષ્ઠ કાર્યકતા છે, એ પણ પાર્ટી સાથે છે. ભાજપના કેટલાક સોશિયલ મીડિયાના નેતાઓ માત્ર કંઈ પણ બોલે રાખે છે એમને બીજો કોઈ કામધંધો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે