ચૂંટણીને કારણે આંગડિયા પેઢીઓના ‘શટર ડાઉન’, હીરા ઉદ્યોગનું ટ્રેડિંગ અટવાયું

ચૂંટણીના કારણે આચારસંહિતા અમલી બનતા જ મોટી રકમની રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની હેરફેર પર બ્રેક લાગી ગઇ છે. ત્યારે તેની સૌથી મોટી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. એક તરફ આંગડિયા પેઢીને ત્યા આઇટી વિભાગના દરોડા અને તપાસ કરી તેમને હેરાન કરવામા આવી રહ્યાં હોવાને કારણે કારણે તેઓએ વેકેશન જાહેર કર્યુ છે. તો બીજી તરફ આંગડિયા પેઢી બંધ થઇ જતા હીરા ઉદ્યોગનું ટ્રેડિંગનુ કામકાજ બંધ થઇ જવા કરોડો રૂપિયાનુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
ચૂંટણીને કારણે આંગડિયા પેઢીઓના ‘શટર ડાઉન’, હીરા ઉદ્યોગનું ટ્રેડિંગ અટવાયું

ચેતન પટેલ/સુરત :ચૂંટણીના કારણે આચારસંહિતા અમલી બનતા જ મોટી રકમની રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની હેરફેર પર બ્રેક લાગી ગઇ છે. ત્યારે તેની સૌથી મોટી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. એક તરફ આંગડિયા પેઢીને ત્યા આઇટી વિભાગના દરોડા અને તપાસ કરી તેમને હેરાન કરવામા આવી રહ્યાં હોવાને કારણે કારણે તેઓએ વેકેશન જાહેર કર્યુ છે. તો બીજી તરફ આંગડિયા પેઢી બંધ થઇ જતા હીરા ઉદ્યોગનું ટ્રેડિંગનુ કામકાજ બંધ થઇ જવા કરોડો રૂપિયાનુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

હીરાઉદ્યોગ આંગડિયા પેઢી પર નભનારો ધંધો છે. બંને એક સિક્કાની બે બાજુ છે. જોકે લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ બંનેને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આચાર સંહિતતાના કારણે આઇટી વિભાગ તથા ચૂંટણી સ્કવોડ દ્વારા નાણાંની હેરાફેરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે આઇટી વિભાગ દ્વારા સુરતની કેટલીક આંગડિયા પેઢી પર દરોડા પાડી તેમને કનડગત કરવામા આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. દરોડા દરમિયાન આંગડિયા પેઢી દ્વારા પાર્સલના મૂળ માલિકને ફોન કરી સંપક કરવામા આવે છે ત્યારે તેઓ ત્યાં જતા નથી, જેને કારણે આંગડિયા પેઢીઓએ સહન કરવાનો વારો આવી રહ્યો છે. ખોટી કનડગતના ડરથી શહેરની 70 પૈકીની મોટાભાગની આંગડિયા પેઢીઓએ તેમના શટર પાડી દીધા છે. જેઓએ કુરિયર સર્વિસ તથા પેમેન્ટ વ્યવહારો અટકાવી દીધા છે. એક અંદાજ મુજબ કરોડોના વ્યવહાર ખોરવાયા છે. આંગડિયા પેઢી સંચાલકો દ્વારા કામકાજ બંધ રાખવા સાથે કર્મચારીઓને રજા આપી દીધી છે. ચૂંટણી સુધી કામગીરી બંધ રાખવાના અણસાર આપ્યા છે. 

આંગડિયા પેઢીના શટર બંધ પડી જવાથી સીધી અસર સુરત ડાયમંડ એસોસિયેશન પર પહોંચી છે. જેને કારણે આજે તાત્કાલિક આગંડિયા પેઢીના માલિકો સાથે એક મીટિંગનું આયોજન હાથ ધર્યુ હતુ. મીટિંગના બંને પક્ષો દ્વારા વાટાઘાટો થઈ હતી. જેમા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ ગુજરાતી દ્વારા આંગડિયા પેઢીના માલિકોને આશ્વાસન આપવામા આવ્યું હતું કે, પોતે ચૂંટણી કમિશનર અને કલેક્ટર સાથે આ અંગે વાતચીત કરશે અને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. જોકે બીજી તરફ આંગડિયા પેઢીના માલિકો દ્વારા પોતે આ અંગે મુંબઇ વાતચીત કરશે અને ત્યારબાદ જ ફરી આંગડિયા પેઢી શરૂ કરવી કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news