આ યુવકે પોતાની વાસના સંતોષવા હદ પાર કરી, જસદણની 13 વર્ષીય કિશોરી સાથે થયો મોટો 'કાંડ'
ગત શનિવારે સાંજના 4 વાગ્યા આસપાસ બાળા કુદરતી હાજતે ગઈ ત્યારે તેને આટકોટના શખ્સએ બળજબરી કરી બાળાનું બાવડું પકડી બાઈકમાં બેસાડી એક મકાનમાં લઈ ગયો હતો અને બળજબરી કરી હતી.
Trending Photos
ઝી ન્યૂઝ/રાજકોટ: પોતાની વાસના સંતોષવા અને શારીરિક આનંદ માણવા માટે હાલના યુવકો કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણમાં એક 13 વર્ષીય કિશોરી સાથે આટકોટના એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું અને પછી રસ્તે રખડતી મૂકી દીધી કોણ છે.
શું છે ઘટના?
મૂળ મધ્યપ્રદેશના અને હાલ જસદણના વાજસુરપરા વિસ્તારમાં રહી મજૂરીકામ કરતા પરીવારની 13 વર્ષીય બાળાને આટકોટમાં રહેતો અને એક પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરવાનું કામ કરતો દિલીપ ઉર્ફે દેવ સોલંકી નામનો નરાધમ શખ્સ લગ્નની લાલચ આપી બાઈકમાં બેસાડી બાળાને અવારનવાર આટકોટ ગામથી ત્રણ કી.મી. દૂર એક મકાનમાં લઈ જતો હતો, ત્યારબાદ ત્યાં તેણી સાથે દુષ્કર્મ ગુજાર્યાની સગીરાના પિતાની ફરિયાદના આધારે જસદણ પોલીસે વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધી દુષ્કર્મ ગુજારનાર નરાધમ શખ્સને ગણતરીની કલાકોમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવમાં 13 વર્ષીય બાળા પર દુષ્કર્મ ગુજારનાર આ નરાધમ શખ્સએ 15 દિવસ અગાઉ પણ આ જ રીતે તેને ઉઠાવી જઈ બળજબરી કરી હોવાની ભોગ બનનાર પીડિતાએ કેફિયત આપી હતી. આ દુષ્કર્મના બનાવમાં બાળા તેના માતા-પિતા સાથે આટકોટમાં મકાનના બાંધકામ માટે મજૂરીકામે ગયા હતા. ત્યારે ગત શનિવારે સાંજના 4 વાગ્યા આસપાસ બાળા કુદરતી હાજતે ગઈ ત્યારે તેને આટકોટના શખ્સએ બળજબરી કરી બાળાનું બાવડું પકડી બાઈકમાં બેસાડી એક મકાનમાં લઈ ગયો હતો અને બળજબરી કરી હતી.
જો કે બાદમાં આ હવસખોરએ બાળાને આટકોટની બાયપાસ ચોકડી પાસે ઉતારી દઈ તેને અને તેના માતા-પિતા સહિત બધાને મારી નાખવાની ધમકી આપીને નરાધમ ત્યાંથી નાસી ગયો હતો. આથી બાળાએ ડરના માર્યા કોઈને જાણ કરી ન હતી. એવામાં ગત શનિવારે બીજી વખત તે શખ્સએ તેની સાથે દુષ્કર્મ કરતાં તેને પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને માતા પિતાને વાકેફ કર્યા હતા.
જેથી બાળાને સારવાર માટે જસદણ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી અને ફરજ પરના તબીબોએ પોલીસને જાણ કરતા સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પીડિતાના પિતાની ફરિયાદના આધારે દુષ્કર્મ ગુજારનાર શખ્સને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જે દરમિયાન ગણતરીની કલાકોમાં જસદણ પોલીસે આટકોટ ગામના દિલીપ ઉર્ફે દેવ વશરામ સોલંકીને પકડી પાડી કાયદાનું ભાન કરાવતા પોતે પોપટ બની ગયો હતો. હાલ આ બનાવમાં પોલીસે દુષ્કર્મ ગુજારનાર નરાધમની જરૂરી પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
નરાધમે સગીરાને લગ્નની લાલચ આપી ખરાબ કૃત્ય કર્યું હતું
જસદણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 363,66,પોક્સો વગેરેનો ફરીયાદી સગીરાના પિતા દ્વારા તેમની સગીર વયની દીકરીને આટકોટ ગામે રહેતા દિલીપ વશરામ સોલંકીએ લગ્નની લાલચ આપી આટકોટ પોલીસ સ્ટેશનથી ત્રણ કિ.મી. દૂર એક મકાનમાં અવારનવાર સગીરા સાથે ખરાબ કૃત્ય કરેલું હોય જેના અનુસંધાને આરોપીને તાત્કાલિક પકડી અને આ બાબતે આરોપીની જરૂરી પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે