વર્ષો પછી ફરી સહારાએ લોકોને કર્યા બેસહારા, લાખોને લગાવ્યો ચુનો! 44 આરોપીઓ વિરુદ્ધ નોંધાયો ગુનો
વલસાડમાં જિલ્લા માં એક ના ડબલ આપવા ની લાલચ આપી લોકો નું લાખો નું કરી નાખ્યું હોવાના અગાઉ અનેક કિસ્સાઓ બહાર આવી ચૂક્યા છે. જોકે આ વખતે દેશમાં જાણીતું નામ એવા સહારા કંપની એ લાખો નું કરી નાખ્યું હોવાનું ફરિયાદ દાખલ થઈ છે.
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ: જિલ્લામાં ફરી એક વાર દેશ જાણીતી સહારા કંપનીએ લોકોને બેસહારા કર્યા છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ખ્યાતનામ સહારા કંપની દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ છે. આ મામલે સહારા કંપનીના એજન્ટથી લઇ કંપનીના સર્વોચ્ય સુબ્રતો રોય ના નામ જોગ ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઇ છે.લોભામણી સ્કીમના નામે કંપનીએ કરોડોની છેતરપિંડી કરી હોવાની સહારા ઇન્ડિયાના માલિક સુબ્રતો રોય સહિત 44 આરોપી સામે વલસાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં ખળભળાટ મચ્યો છે.
વલસાડમાં જિલ્લા માં એક ના ડબલ આપવા ની લાલચ આપી લોકો નું લાખો નું કરી નાખ્યું હોવાના અગાઉ અનેક કિસ્સાઓ બહાર આવી ચૂક્યા છે.જોકે આ વખતે દેશ માં જાણીતું નામ એવા સહારા કંપની એ લાખો નું કરી નાખ્યું હોવાનું ફરિયાદ દાખલ થઈ છે. રોકાણ કરેલા નાણાં પાકતી મુદતે ડબલ કરી આપવાની લાલચ અને ભરોસો આપીને હજારો રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા બાદ હાથ ઊંચા કરી લીધા છે .જેના કારણે છેતરપિંડી કરવાના ગુનામાં સહારા ઇન્ડિયાના માલિક સુબતો રોય સહિત 44 સામે 34.46 લાખ રૂપિયા ની છેતરપિંડીની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે. વલસાડના પારસી ટેકરા વિસ્તાર માં રહેતા રામજી છનીયાભાઇ ટંડેલ અને તેમના મિત્રો એ પોતાની સાથે સહારા કંપની એ લાખો રૂપિયા ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરી છે. શું કહેવું છે રામજીભાઈ નું સાંભળો .
રામજી ભાઈ ની સાથે બીજા અનેક લોકો સાથે સહારા એ કરી નાખ્યું છે . તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સહારા ઇન્ડિયાની સહારા ક્યુશોપ યુનિક પ્રોડક્ટ રેન્જ લિમિટેડ નામની કંપનીમાં રોકાણ કરવાથી પાંચ વર્ષમાં ડબલ રકમ પરત મળશે તેવી લાલચ આપી હતી.આથી રામજીભાઇએ પાંચ લાખનું રોકાણ વર્ષ-2012 માં એ કંપનીમાં કર્યુ હતું. પાકતી મુદતે 10 લાખ મળશે તેવું એજન્ટ દ્વારા બાહેધરી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી ડબલ તો શું જેટલી રક્કમનું રોકાણ કર્યું હતું તે મૂડી પણ પરત નહીં મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવા ની જાણ થતાં રોકાણકારે સહારા ઇન્ડિયાના માલિક સુબ્રતો રોય, કંપનીના ડિરેક્ટરો તેમજ વલસાડના એજન્ટો, મેનેજરો સહિત 44 આરોપી સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વલસાડ જિલ્લામાં અગાઉ પણ એકના ડબલ કરવાની લાલચ આપી અને અનેક લોકોની મરણમૂડી ચાઉં કરી અને કંપનીઓ ના એજન્ટો ફરાર થઈ ગઈ હોવાના અનેક કિસ્સાઓ બહાર આવી ચૂક્યા છે. અને આવા ફરિયાદ પોલીસ ચોપડે પણ નોંધાઈ ચૂકી છે. જોકે તેમ છતાં લોકો એકના ડબલ કરવાની લાલચ છોડી શકતા નથી. અને આવી રીતે છેતરપિંડીનો ભોગ બની અને પોતાની મરણ મૂડી ખોવાનો વારો આવે છે. ત્યારે વલસાડની આ ઘટનામાં પણ 34 લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે આથી હજુ કેટલા લોકો આવે છેતરપિંડીનો ભોગ બન્યા છે ??તે અંગે પણ તપાસ વલસાડ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આમ વલસાડ જિલ્લામાં અત્યાર સુધી નાની મોટી ચીટ ફંડ કંપનીઓએ લોકોનો લાખોનું કરી નાખ્યું હતું .પરંતુ હવે દેશની જાણીતી કંપનીનું નામ પણ છેતરપિંડીમાં નોંધાતા અને ગુનો પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આગામી સમય માં બીજા અનેક લોકો પોતાની સાથે છેતરપિંડી ની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશન માં નોંધશે તેવું પોલીસ માની રહી છે .ત્યારે આ મામલે તપાસ કરતી વલસાડ સીટી પોલીસ નો હાથ સુબ્રતો રોય જેવા જાયન્ટ ના કોલર સુધી પહુંચે અને ગરીબો ને તેમના નાણા મળે તે ખુબ જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે