યુવતીના બહેનના નામે ફેક આઇડી બનાવી બિભસ્ત મેસેજ કરનાર યુવકની ધરપકડ

સોશિયલ મીડિયા પર યુવતી અને તેની બહેનના નામે ફેક આઈડી બનાવી ફેસબુક પર બીભસ્ત મેસેજ કરતા એક આરોપીને સાયબર ક્રાઇમે  ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો યુવક બંને યુવતી સાથે અંગત અદાવત રાખી બદલો લેવા આ કૃત્ય કરતો હોવાની કબુલાત કરી છે.
 

યુવતીના બહેનના નામે ફેક આઇડી બનાવી બિભસ્ત મેસેજ કરનાર યુવકની ધરપકડ

જાવેદ સૈયદ/અમદાવાદ: સોશિયલ મીડિયા પર યુવતી અને તેની બહેનના નામે ફેક આઈડી બનાવી ફેસબુક પર બીભસ્ત મેસેજ કરતા એક આરોપીને સાયબર ક્રાઇમે  ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો યુવક બંને યુવતી સાથે અંગત અદાવત રાખી બદલો લેવા આ કૃત્ય કરતો હોવાની કબુલાત કરી છે.

પોલીસ પકડમાં રહેલો આ સખ્સ જે પોતાનું મોઢું છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તે છે મૂળ ઉત્તર પ્રદેશનો રેહવાસી સતનામ ગોતમ છે. જેને ફેસબુકમાં નંદુ નામના ત્રણ ફેક આઈડી બનાવ્યું હતું. અને દરેક આઈડીમાં કોઈ અજાણી મહિલાના ફોટા મુકાયા હતા .અને આ આઈડીથી યુવતી અને તેની બહેન સહીત અન્ય લોકોને મેસેજ કરતો હતો અમે બીભસ્ત શેર કરતો હતો.

PM મોદીના ગુજરાત પ્રવાસને લઇને પોલીસનું ગ્રાન્ડ રીહર્સલ, ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

આ અંગેની જજાણ યુવતીએ સાયબર ક્રાઈમને કરતા સાયબર ક્રાઈને આરોપી સતનામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી યુવક અને ફરિયાદી યુવતી નરોડાની બેકરીમાં સાથે કામ કરતા હોવાનું પણ આરોપીએ પોલીસ તપાસમાં કબુલ્યું છે અને બંને નોકરી દરમિયાન આરોપી અને યુવતીએ મન દુઃખ કરતા આરોપીએ આ હરકત કરી હોવાની પણ કબુલાત કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news