એક એવું ગામ કે જ્યાં શાકભાજી અને કરિયાણાની દુકાનો સહિત સંપુર્ણ લોકડાઉન લાગુ
Trending Photos
આણંદ : વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને વિવિધ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે,ત્યારે આણંદનાં મોગરી ગ્રામ પંચાયત દ્વારા આજથી 10 દિવસ માટે ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા બપોરે બાર વાગ્યા બાદ ગામ સંપૂર્ણ બંધ થઈ જતા આજે પ્રથમ દિવસે લોકડાઉન સફળ રહ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વધતા જતા કોરોનાં સંક્રમણને નિંયત્રણમાં લાવવ માટે ગ્રામજનોની મીટીંગ બોલાવ્યા બાદ ગામમાં લોકડાઉન કરવાનો સામુહિક નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ ગામનાં જાહેર નોટીસ બોર્ડ પર લોકડાઉન અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે બપોરે 12 વાગતાજ તમામ વેપારીઓ દુકાનદારોએ પોતાનાં વેપાર ધંધા બંધ કરી દઈ લોકડાઉનનું પાલન કર્યું હતું.
મોગરી ગામમાં આજે મોટા વેપારીથી લઈને નાની ચ્હા નાસ્તાની લારી કે પાન બીડી ગલ્લા સહીત તમામ લોકો લોકડાઉનમાં જોડાતા આજે પ્રથમ દિવસથી જ ગામ સંપૂર્ણ બંધ રહ્યું હતું. શાકભાજી અનાજકરિયાણા તેમજ દવાઓની દુકાનો પણ બંધમાં જોડાઈ હતી. ગામમાં જાહેર માર્ગો પર બેસતા લોકોએ પણ બેસવાનું બંધ કરી દઈ લોકડાઉનનું પાલન કરતા સમગ્ર ગામમાં સન્નાટો પ્રસરી ગયો હતો. અને પ્રથમ દિવસથી જ લોકડાઉનનું ગ્રામજનો દ્વારા સંપૂર્ણ પાલન કરાતા લોકડાઉન સફળ નિવડયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે