મહેસાણાના શિક્ષકના પ્રકૃતિ પ્રેમને દિલથી એક સલામ! પોતાના ઘરમાં જ ઊભું કરી દીધું મીની જંગલ

મહેસાણા જિલ્લાના એક શિક્ષકમાં અનોખો પ્રકૃતિ પ્રેમ જોવા મળ્યો. લોકો ટેરેસ ગાર્ડન બનાવતા હોય છે, અલગ અલગ જગ્યાએ પ્લાન્ટેશન કરતા હોય છે પરંતુ આ શિક્ષકે તો પોતાના ઘરમાં જ મીની જંગલ ઊભું કરી દીધું. કોણ છે આ શિક્ષક અને કેવા પ્લાન્ટેશન થકી તેમને મીની જંગલ ઊભું કર્યું જોઈએ. 

મહેસાણાના શિક્ષકના પ્રકૃતિ પ્રેમને દિલથી એક સલામ! પોતાના ઘરમાં જ ઊભું કરી દીધું મીની જંગલ

તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લાના એક શિક્ષકમાં અનોખો પ્રકૃતિ પ્રેમ જોવા મળ્યો. લોકો ટેરેસ ગાર્ડન બનાવતા હોય છે, અલગ અલગ જગ્યાએ પ્લાન્ટેશન કરતા હોય છે પરંતુ આ શિક્ષકે તો પોતાના ઘરમાં જ મીની જંગલ ઊભું કરી દીધું. કોણ છે આ શિક્ષક અને કેવા પ્લાન્ટેશન થકી તેમને મીની જંગલ ઊભું કર્યું જોઈએ. 

મહેસાણાના સોમનાથ ચોક સ્થિત જશોદાનગરમાં રહેતા વિક્રમભાઈ પરમાર વિક્રમભાઈની વાત કરીએ તો વિક્રમભાઈ ઉંઝા તાલુકાના નવાપુરા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેમનો પ્રકૃતિ પ્રત્યેનો લગાવ કંઈક વિશેષતા છે. વિક્રમભાઈએ પોતાના જશોદાનગર સ્થિત મકાનમાં મીની જંગલ બનાવ્યું છે. આ જંગલની વાત કરીએ તો તેમને 65થી વધુ પ્લાન્ટેશન અહીંયા કર્યા છે. જેમાં ઔષધીઓ અને ફ્રુટ સહિતના પ્લાન્ટોનો સમાવેશ થાય છે. આ મીની જંગલના કારણે તેમના ઘરમાં અને બહારનું ટેમ્પરેચર (તાપમાન) ચાર ડિગ્રી જેટલું ઓછું જોવા મળે છે. 

ઔષધીઓની વાત કરીએ તો અશ્વગંધા, ગળો, કુવારપાઠુ, તુલસી શ્યામ તુલસી, વન તુલસી, ડમરો, હળદર, મીઠો લીમડો અને લીમડો જેવી ઔષધીઓનો ઉછેર કરી રહ્યા છે. સાથે સાથે કેરી, સફરજન, લીચી, સીતાફળ, દાડમ, જામફળ, મોસંબી, લીંબુ, ખજૂર, જાંબુ અને મોટા જાંબુ સહિતના ફળફળાદીના પ્લાન્ટ પણ રોપ્યા છે. વિક્રમભાઈને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યો હોવાનું જણાવી રહ્યા છે. વિક્રમભાઈના દાદી વર્ષો પહેલા વિવિધ પ્લાન્ટોનો ઉછેર તેમના ઘરે કરતા હતા. તેને જોઈને વિક્રમભાઈના પિતા પણ પ્રકૃતિ પ્રત્યે પ્રેરાયા અને હાલ આ વારસો વિક્રમભાઈ જાળવી રહ્યા છે એટલે હાલમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ તેમને દાદી પાસેથી વારસામાં મળ્યો હોય તેવી વાત વિક્રમભાઈએ કરી હતી.

વિક્રમભાઈ પોતાના ઘરે તો વિવિધ પ્લાન્ટરો ઉછેર કરી રહ્યા છે. સાથે સાથે તે દર ચોમાસામાં બીજ વિકિરણ કરીને વિવિધ જિલ્લાઓમાં હરિયાળુ કરવા પણ મહેનત કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિક્રમભાઈએ 300 કરોડ બીજ વિકિરણ કર્યા છે. વિક્રમભાઈના કહેવા પ્રમાણે આ બીજ વિકિરણમાં 0.1% સફળતા મળતી હોય છે એટલે 300 કરોડ બીજ વિકિરણ સામે દસ લાખથી વધુ ઝાડ વાવવામાં તેઓ સફળ થયા છે. ખાસ વાત કરીએ તો આ બીજ વિકિરણ તેઓ અંબાજી, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં કરી રહ્યા છે અને આના થકી લોકોને પણ પ્રકૃતિ અને પર્યાવરણને સાચવવા એક પ્રેરણા પણ આપી રહ્યા છે.

હાલમાં વિક્રમભાઈ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને પણ પર્યાવરણ તરફ જાગૃત કરવા પર્યાવરણનું રક્ષણ કરવા અને તેનું જતન કરવા વિવિધ માહિતીઓ આપી રહ્યા છે. અનેક સ્કૂલ કોલેજોમાં જઈને તેઓ પર્યાવરણ વિશે તેમાં થતા ઔષધીઓ વનસ્પતિઓ અને જીવજંતુઓ મામલે કેમ્પ કરી તેમને જાગૃત કરી રહ્યા છે. જેમાં વિવિધ પુસ્તકો જે તેમણે ખુદ તૈયાર કરી છે તેના થકી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે, જેથી આવનારી પેઢી અને આ વિદ્યાર્થીઓ વિવિધ વનસ્પતિઓ ઔષધીઓને ઓળખી શકે તેનું જતન કરી શકે અને તેને લઈને તેમનામાં જાગૃતતા આવે તે માટે તેમનો આ એક પ્રયાસ હોવાનું વિક્રમભાઈ જણાવી રહ્યા છે. 

પર્યાવરણને લઈને વિક્રમભાઈનો પ્રેમ અલગ જ સ્તરી આવે છે. પોતે શિક્ષક છે, પરંતુ પ્રકૃતિ પ્રત્યેનો પોતાનો પ્રેમ લોકોમાં એક પ્રેરણા પૂરી પાડે તેમ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news