સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂકાયું વિશેષ પ્રકારનું ATM, અહીં પૈસા નહીં નીકળે પણ 10 રૂપિયામાં...
ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ: સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પર વિશેષ પ્રકારનું એટીએમ મશીન મુકવામાં આવ્યું છે. જેમાં 10 રૂપિયાનો સિક્કો નાખવાથી કાપડની થેલી નીકળે છે. સાળંગપુર આવતા શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈને આ કાપડની થેળીનો ઉપયોગ કરી રહ્યા છે. જન જાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મશીન મુકવામાં આવ્યું છે.
ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે, રાજ્યના મહત્વના મંદિરો પર વિશેષ એટીએમ મશીન મુકવામાં આવ્યા છે. જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે. તે સિવાય રાજ્યના સાત મુખ્ય મંદિરો પર આ રીતના એટીએમ મશીન મુકવામાં આવ્યા છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવતા હોય છે ત્યારે તમામ લોકોમાં અવેરનેસ આવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે અહીંયા આ મશીન મુકવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે