સુરતમાં એક શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેનો વીડિયો બનાવી લીધો હતો. 

સુરતમાં એક શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

ચેતન પટેલ, સુરતઃ સમાજમાં શિક્ષકનું ખુબ માન-સન્માન હોય છે. શિક્ષકને ભારતીય પરંપરામાં પૂજનીય માનવામાં આવે છે. પરંતુ ક્યારેક શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓ બાદ શિક્ષકની શાખ પર સવાલો ઉઠતા હોય છે. આવી એક ઘટના સુરતના ઈચ્છાપુરમાં બની છે. જ્યાં સ્પોકન ઇંગલિશ ક્લાસ માં અભ્યાસ માટે આવતી કિશોરી પર દુષ્કર્મમાં આચરી તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. બાદમાં આ નરાધમ શિક્ષકે વીડિયો વાયરલ કરતા પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પરિવારની ફરિયાદના આધારે ઈચ્છાપોર પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી હતી.

શું છે ઘટના
સુરતના ઇચ્છાપુર વિસ્તારના કૃષ્ણનગરમાં રહેતો અરુણ વર્મા પોતાની જ સોસાયટીમાં ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. અહીં સોસાયટીના આસપાસના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હતા દરમ્યાન ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ આ નરાધમ શિક્ષકની નજર વિદ્યાર્થીની પર બગડી હતી. સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં આવવાનું કહી આ વિદ્યાર્થીનીને તેના ઘરે બોલાવી હતી. ત્યારબાદ આ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 

શિક્ષકે વીડિયો પણ બનાવી લીધો
આટલું ઓછું હોય તેમ આ નરાધમ શિક્ષકે દુષ્કર્મનો વીડિયો પણ બનાવ્યો હતો અને આ દુષ્કર્મની ઘટનાની કોઈને જાણ કરશે તો વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ આ વીડિયો શિક્ષક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો જોતા જ કિશોરીના પરિવારજનોના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી. પરિવાર તાત્કાલિક ઈચ્છાપોર પોલીસ મથકે પહોંચ્યું હતું અને નરાધમ શિક્ષક અરુણ વર્મા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ઈચ્છાપોર પોલીસે અરુણ વર્માની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news