એ સમયની વાત: જ્યારે ગૃહમંત્રીને એમના જ વિસ્તારમાં ન જવા દેવાયા...
આ ઘટનાની ખબર પડતાં જ રાજ્યના ગૃહમંત્રી રસિકભાઈ પરીખે લીંબડી પોતાનો મતવિસ્તાર હોવાના કારણે ઘટના સ્થળે જવાનું નક્કી કર્યું. લીંબડી જતા પહેલા માત્ર ઔપચારીક્તા ખાતર તેઓ એ વખતના મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના કાને વાત નાખવા ગયા.
Trending Photos
ચિંતન ભોગાયતા/અમદાવાદ: કોઈ મોટી ઘટના બને તો નેતા કે મંત્રી એ સ્થળની સમીક્ષા કરવા માટે નિકળી પડતા હોય છે. નેતાજીનો આશય તો સારો હોય પણ ઘણી વખત એમની એ મુલાકાત કામગીરીમાં અડચણરૂપ સાબિત થઈ શકે. ભૂતકાળમાં આવી જ રીતે એક નેતા દુર્ઘટના સ્થળ પર જવા માગતા પણ એમને રોકી લેવાયા. આવો જાણીએ એ રસપ્રદ કિસ્સો એ સમયની વાત છેમાં...
આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા. એમના મંત્રીમંડળમાં રસિકભાઈ પરીખ રાજ્યના ગૃહમંત્રી હતા. એક દિવસ થયું એવું કે રસિકભાઈના મતવિસ્તાર લીંબડી ખાતે એક જીનિંગ પ્રેસમાં ભીષણ આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે આખા સૌરાષ્ટ્રમાંથી ફાયટર્સને લીંબડી મોકલવા પડ્યા. સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, આખું જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું હતું.
આ ઘટનાની ખબર પડતાં જ રાજ્યના ગૃહમંત્રી રસિકભાઈ પરીખે લીંબડી પોતાનો મતવિસ્તાર હોવાના કારણે ઘટના સ્થળે જવાનું નક્કી કર્યું. લીંબડી જતા પહેલા માત્ર ઔપચારીક્તા ખાતર તેઓ એ વખતના મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના કાને વાત નાખવા ગયા. પણ જીવરાજ મહેતાએ તેમને રોકી લીધા. એ વખતે શું વાતચીત થઈ હશે. સાંભળો.
-
રસિકભાઈ પરીખઃ લીંબડીમાં આગ લાગી છે એટલે હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.
ડૉ. જીવરાજ મહેતાઃ રસિકભાઈ, તમે આગ બુઝાવવાની કોઈ ટ્રેનિંગ લીધી છે ખરી?
રસિકભાઈ પરીખઃ ના, મેં કોઈ ટ્રેનિંગ નથી લીધી.
ડૉ. જીવરાજ મહેતાઃ તો તમે આગ ઠારવાના કોઈ નિષ્ણાત છો?
રસિકભાઈ પરીખઃ ના, એવું પણ નથી.
ડૉ. જીવરાજ મહેતાઃ તમે ફાયર ફાઈટિંગ વિશે કંઈ પણ જાણો છો ખરા?
મુખ્યમંત્રીના સવાલો સાંભળ્યા પછી ગૃહમંત્રી રસિકભાઈ પરીખ મૌન થઈ ગયા. એમની પાસે કોઈ જવાબ નહોતો. પછી જીવરાજ મહેતાએ તેમને સમજાવટના સૂરમાં કહ્યું...ડૉ. જીવરાજ મહેતાઃ રસિકભાઈ, તમે રાજ્યના ગૃહમંત્રી છો. તમે ત્યાં જશો એટલે પ્રશાસનિક વહીવટી તંત્રે તમારી આસપાસ તમારી જ સારસંભાળ રાખવાના કામે લાગી જવું પડશે.
રસિકભાઈ પરીખઃ તમારી વાત સાચી છે.
ડૉ. જીવરાજ મહેતાઃ તમારે ત્યાં જવાની જરૂર નથી. તમે એક કામ કરો, રાજ્યના કંટ્રોલ રૂમમાં બેસીને જિલ્લાના વહીવટી અધિકારીઓને ગૃહમંત્રી તરીકે યોગ્ય માર્ગદર્શન આપો અને તેમને બીજી જે સુવિધાઓ જોઈતી હોય તે મોકલી આપો. રસિકભાઈએ મુખ્યમંત્રીની વાત સ્વીકારી લીંબડી જવાનું મોકૂફ રાખ્યું.
કુદરતી હોનારતો અને અકસ્માતોની ઘટનાઓ વખતે મંત્રીઓના હવાઈ નિરીક્ષણથી શું ફાયદો?
એક ક્લાસિક કિસ્સો અત્રે પ્રસ્તુત છે. આ ઘટના વર્ષો પહેલાંની છે. ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા અને તેમના મંત્રીમંડળમાં રસિકભાઈ પરીખ રાજ્યના ગૃહમંત્રી હતા. એમના શાસનકાળ દરમિયાન રસિકભાઈ પરીખના મતવિસ્તાર લીંબડી ખાતે એક જીનિંગ પ્રેસમાં ભયંકર આગ લાગી. આગ એટલી તો વિકરાળ હતી કે આખા સૌરાષ્ટ્રભરમાંથી ફાયર ફાઈટર્સને લીંબડી મોકલવા પડયા. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, પોલીસ વડા અને આખું જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું હતું. આ ઘટનાની ખબર પડતાં રાજ્યના ગૃહમંત્રી રસિકભાઈ પરીખે લીંબડી એ પોતાનો મતવિસ્તાર હોવાના કારણે ઘટનાસ્થળે જવાનું નક્કી કર્યું. લીંબડી જતાં પહેલાં માત્ર ઔપચારિકતા ખાતર તેઓ એ વખતના મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના કાને એ વાત નાખવા ગયા કે, “લીંબડીમાં આગ લાગી હોઈ હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.”
ગૃહમંત્રી રસિકભાઈ પરીખની વાત સાંભળ્યા બાદ એ વખતના મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ પ્રશ્ન કર્યો : “રસિકભાઈ, તમે આગ બુઝાવવાની કોઈ ટ્રેનિંગ લીધી છે ખરી ? તમે આગ ઠારવાના કોઈ નિષ્ણાત છો ? તમે ફાયર ફાઈટિંગ વિશે કંઈ જાણો છો ખરા ?”
રસિકભાઈ પરીખ મૌન થઈ ગયા.
તે પછી ફરી ડો. જીવરાજ મહેતાએ કહ્યું, “રસિકભાઈ તમે રાજ્યના ગૃહમંત્રી છો. તમે ત્યાં જશો એટલે પ્રશાસનિક વહીવટી તંત્રે તમારી આસપાસ તમારી જ સારસંભાળ રાખવામાં કામે લાગી જવું પડશે. તમારે ત્યાં જવાની જરૂર નથી. તમે એક કામ કરો. રાજ્યના કંટ્રોલ રૂમમાં બેસીને જિલ્લાના વહીવટી અધિકારીઓને ગૃહમંત્રી તરીકે યોગ્ય માર્ગદર્શન આપો અને તેમને બીજી જે સુવિધાઓ જોઈતી હોય તે મોકલી આપો.” અને રસિકભાઈએ ડો. જીવરાજ મહેતાની વાત સ્વીકારી લીંબડી જવાનું મોકૂફ રાખ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે