ખરું તોફાન તો ખતરનાક વાવાઝોડા પછી આવશે! આગામી 2 દિવસ આ વિસ્તારમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Rain Forecast: હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડાના પગલે ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેશે. વાવાઝોડું હાલ કચ્છની નજીક પહોંચવા આવ્યું છે, જેની અસર આજથી રાજ્યભરમાં જોવા મળી રહી છે.

ખરું તોફાન તો ખતરનાક વાવાઝોડા પછી આવશે! આગામી 2 દિવસ આ વિસ્તારમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Rain Forecast: વાવાઝોડાનું જેમ જેમ ગુજરાતની નજીક આવતું જાય છે તેમ તેમ તેની અસર જોવા મળી રહી છે. હાલ સોરાષ્ટ્ર, કચ્છમાં અનેક વિસ્તારમાં પવન સાથે ઝાપટા શરૂ થઇ ગયા છે. બીજી બાજુ વાવાઝોડું 6 કિ.મીની ઝડપે કચ્છના જખૌ તરફ આગળ વધી રહ્યું છે. આજે 4થી 9ની વચ્ચે લેન્ડફોલ થવાની શકયતા જોવાઇ રહી છે. પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે ખરું તોફાન તો વાવાઝોડા પછી આવશે. જી હા. આગામી 2 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડાના પગલે ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેશે. વાવાઝોડું હાલ કચ્છની નજીક પહોંચવા આવ્યું છે, જેની અસર આજથી રાજ્યભરમાં જોવા મળી રહી છે. હાલ દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદ શરૂ થઇ ગયો છે. જાણો આગામી 2 દિવસ ક્યાં થશે વરસાદ..

આજે ક્યાં વિસ્તારમાં વરસાદ
આજે વાવાઝોડાની અસરથી પવન સાથએ રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવ, અમદાવાદ, મોરબી,આણંદ, ભરુચ, સુરત, નવસારી,વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

16 જૂને વરસાદની આગાહી                           
હવામાન વિભાગના અનુમાન મુજબ સાયક્લોનના લેન્ડફોલ બાદ કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ,અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર, બોટાદ, દિવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે.

17 જૂને વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ  લેન્ડફોલ બાદ પણ 2 દિવસ ગુજરાતમાં તેની અસર જોવા મળશે. 17 જૂને જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી વલસાડ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદનો અનુમાન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news