ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ખેતીમાં કાઠું કાઢ્યું! આ રીતે વાર્ષિક 12 લાખની કરે છે કમાણી

સુરતના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ ચીલાચાલુ ખેતી છોડીને 2018માં એક ગાયની મદદથી પ્રાકૃતિક ખેતીની શરુ કરી. તેમણે જંગલ મોડલ પદ્ધતિથી બે એકરમાં 20 થી 25 પાકોનું વાવેતર કર્યું. આજે અનાજ, કઠોળ  અને શાકભાજીની આવકમાંથી તેઓ મહિને દાડે લાખ રુપિયાની આવક મેળવે છે.

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ખેતીમાં કાઠું કાઢ્યું! આ રીતે વાર્ષિક 12 લાખની કરે છે કમાણી

ઝી બ્યુરો/સુરત: પ્રાકૃતિક ખેતી કરી લખપતિ બની શકાય? જવાબ છે હા...સુરતના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ ચીલાચાલુ ખેતી છોડીને 2018માં એક ગાયની મદદથી પ્રાકૃતિક ખેતીની શરુ કરી. તેમણે જંગલ મોડલ પદ્ધતિથી બે એકરમાં 20 થી 25 પાકોનું વાવેતર કર્યું. આજે અનાજ, કઠોળ  અને શાકભાજીની આવકમાંથી તેઓ મહિને દાડે લાખ રુપિયાની આવક મેળવે છે. વાલજીભાઈ કહે છે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહિવત છે અને જમીનની ભેજ સંગ્રહશક્તિમાં વૃદ્ધિ થાય છે. 

ગોબર અને ગૌ મુત્રથી જીવામૃત, ધનજીવામૃત બનાવી, ઉપયોગ કરી ખેતરમાં વાપરુ છું. મારા ખેતરમાં મેં વિવિધ પ્રકારના ફ્રુટ, આંબા રોપેલા છે. મિશ્ર પાક કરું છું. સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચ પેટે મહિને 900 રુપિયા મળે છે. દરેક શાકભાજી મારા મોડલ ફાર્મમાં છે. દર મહિને હું વેચાણ વ્યવસ્થા કરું છું. મહિનામાં રૂ.70 હજારથી લઈને લાખ રુપિયાની આવક થાય છે. અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. આ રીતે અમારી આવક બમણી થાય છે.

આમ, વાલજીભાઈ જેવા નાના પરંતુ પ્રગતિશીલ ખેડૂતો રાજ્ય સરકારની ગાય નિભાવ સહાય જેવી યોજનાઓ થકી પોતાની ખેતી તો સમૃદ્ધ કરે છે, સાથે-સાથે જીવ-સૃષ્ટિને પણ સમૃદ્ધ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news