દર્દીના શરીરને ત્રણ દિવસથી કીડી-મંકોડા ખાતા...વલસાડ સિવિલ હોસ્પિટલે માનવતા નેવે મૂકી!
Valsad Civil Hospital: વલસાડની સિવિલ હોસ્પિટલમાં ગરીબ વર્ગના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર કરાવવા માટે આવે છે. હાલ વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબો સહિત પેરા મેડિકલ સ્ટાફ પોતાની ફરજ ચુકી ગયા હતા. એટલું જ નહીં તેઓએ માનવતાને પણ નેવે મૂકી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Trending Photos
Valsad Civil Hospital: વલસાડ સિવિલ હોસ્પિટલની ફરી એક વાર બેદરકારી સામે આવી છે. વલસાડ સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસેથી એક દર્દી દર્દથી કણસતી હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલની ગંભીર ક્ષતિ ઉજાગર થઇ છે. જે બાબતની જાણ વલસાડ ગૌરક્ષકોને થતા, ગૌરક્ષકોએ દર્દીની સારવાર કરાવવાની તજવીજ હાથ ધરી છે.
વલસાડની સિવિલ હોસ્પિટલમાં ગરીબ વર્ગના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર કરાવવા માટે આવે છે. હાલ વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબો સહિત પેરા મેડિકલ સ્ટાફ પોતાની ફરજ ચુકી ગયા હતા. એટલું જ નહીં તેઓએ માનવતાને પણ નેવે મૂકી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે એક દર્દી છેલ્લા ત્રણ દિવસથી દર્દથી કણસતી હાલતમાં નજરે પડ્યો છે. એટલું જ નહિ, દર્દીના શરીરને કીડી મંકોડા ખાઈ રહ્યા છે. તેમ છતાં પ્રવેશદ્વાર પરથી રારરોજ અવર જવર કરતા સિવિલ હોસ્પિટલ ના તબીબો સહિત પેરા મેડિકલ સ્ટાફને પણ દર્દી નજરે નહિ પડતા, તબીબો અને સ્ટાફના સભ્યોએ માનવતા સુદ્ધાને લજવી હોવાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે આ સમગ્ર બાબતની દર્દથી કણસતા દર્દીની સારવાર સુધ્ધાં નહિ કરાતા, સિવિલ હોસ્પિટલની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે.
આ સમગ્ર બાબતે તપાસ કરતા આ દર્દી નું નામ અસફાક હસીન અન્સારી જે સુરતના ભેસ્તાન ખાતેનો રહેવાસી છે અને અસ્થિર મગજનો દર્દી છે જે સુરતથી પોતાના ઘરે કહ્યા મુક્યા વગર 7 તારીખે વલસાડ ખાતે આવી ચડ્યો હતો અને 8 તારીખે વલસાડ ખાતે વલસાડ છીપવાડ ખાતે અશક્તિ ના કારણે તે ઢળી પડ્યો હતો. વલસાડ ના સ્થાનિકોએ 108 ને ફોન કરી વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. 9 તારીકે સવારના 9.30 કલાકે અસફાક હોસ્પિટલ માંથી કોઈને પણ કેહવા મુકવા વગર ત્યાંથી ચાલી નીકળ્યો હતો અને વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી ચાલ્યો ગયો હતો.
સમગ્ર ઘટનાના 3 દિવસ થયા બાદ અસફાક સિવિલ હોસ્પિટલ ના ગેટ પાસે આસક્ત હાલત માં મળી આવ્યો હતો જ્યાં એક રીક્ષા ચાલક ની નજર તેના ઉપર પડી હતી અને જે બાબતની જાણ વલસાડના શ્રી અગ્નિવીર ગૌરક્ષાસેવા સમિતિના કાર્યકરોને કરી હતી. સમિતિના સભ્યો સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે દોડી ગયા હતા અને દર્દથી પીડાતા અસફાક ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. સમગ્ર બાબતે સિવિલ હોસ્પિટલ ના સુપ્રીટંડેન ને સમગ્ર બાબતે પૂછતાં તે પોતાનો લુલો બચાવ કરી પોતાની જવાબદારી માંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
વલસાડ સિવિલ હોસ્પિટલમા અગાઉ પણ પ્રવેશદ્વાર પાસે ગરીબ અને અશક્ત દર્દીઓની દયનીય હાલતના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તે બાદ પણ સિવિલ હોસ્પિટલના તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ સુધારવાનું નામ નથી લઈ રહ્યું હોવાની ચર્ચા ઉઠી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે