અમદાવાદ સહિત વડોદરામાં પણ ભૂકંપના આંચકા: ધરા ધ્રૂજતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડ્યા

Earthquake: અમદાવાદ સહિત વડોદરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમદાવાદના અમુક વિસ્તારોમાં હળવો ભૂકંપ અનુભવાયો લોકો અડધીરાત્રે ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા છે. અમદાવાદના ગોતા, રાણીપ, નિકોલમાં હળવો આંચકો અનુભવાયો છે.

અમદાવાદ સહિત વડોદરામાં પણ ભૂકંપના આંચકા: ધરા ધ્રૂજતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડ્યા

Gujarat Earthquake: દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 6.4 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રાત્રે 10 કલાક ને 17 મિનિટે 6.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભૂકંપ આવતા દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા
અમદાવાદ સહિત વડોદરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમદાવાદના અમુક વિસ્તારોમાં હળવો ભૂકંપ અનુભવાયો લોકો અડધીરાત્રે ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા છે. અમદાવાદના ગોતા, રાણીપ, નિકોલમાં હળવો આંચકો અનુભવાયો છે. દિલ્હીની જેમ અમદાવાદ શહેરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકો આવતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, અમદાવાદમાં આંચકની તીવ્રતા કેટલી હતી તે જાણી શકયું નથી.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 21, 2023

લોકો ઘરની બહાર દોડી આવ્યા
દિલ્હી અને NCRમાં લગભગ 45 સેકન્ડ માટે ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપનો અનુભવ થતાં જ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. ઊંચી બિલ્ડીંગમાં રહેતા લોકો પણ બિલ્ડીંગની બહાર રસ્તા પર આવી ગયા હતા. ગાઝિયાબાદ, વસુંધરા સહિતના વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ સિવાય ઉત્તર ભારતમાં ભૂકંપના તેજ આંચકાથી દિલ્લી-NCR સહિત પંજાબ, ઝારખંડ, રાજસ્થાન, જમ્મુમાં પણ તેજ આંચકા અનુભવાયા છે.

— ANI (@ANI) March 21, 2023

ગયા વર્ષે ભારતમાં 400 થી વધુ ભૂકંપ આવ્યા હતા
આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ગઈ. ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો. ગયા વર્ષે ભારતમાં 400 થી વધુ ભૂકંપ નોંધાયા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વીની અંદર રહેલી ઉર્જાનો માત્ર 2 ટકા જ છોડવામાં આવ્યો છે.
 

— ANI (@ANI) March 21, 2023

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news