શું માંડ્યું છે ભગવાન! ભાવનગરમાં આધેડનું હાર્ટ એટેકથી મોત, મનપા દ્વારા નોટિસ પાઠવી અને પછી...

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં વર્ષોથી અનેક સોસાયટીઓ બનેલી છે અને અહીં હજ્જારો પરિવાર વસવાટ કરી રહ્યા છે. ત્યારે અગાઉ પણ આ વિસ્તારમાં બનાવવામાં આવેલા અનેક મકાનો હટાવવા મનપા દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

શું માંડ્યું છે ભગવાન! ભાવનગરમાં આધેડનું હાર્ટ એટેકથી મોત, મનપા દ્વારા નોટિસ પાઠવી અને પછી...

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર શહેરના ધોબી સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેક આવતા મોત થયું છે, ધોબી સોસાયટી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન માટે નોટિસ આપવામાં આવી હતી. જેના કારણે માનસિક તાણ અનુભવતા આધેડની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. પરિવાર દ્વારા નોટિસના પગલે માનસિક તાણ અનુભવતા તબિયત લથડતા હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેઓનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. 

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં વર્ષોથી અનેક સોસાયટીઓ બનેલી છે અને અહીં હજ્જારો પરિવાર વસવાટ કરી રહ્યા છે. ત્યારે અગાઉ પણ આ વિસ્તારમાં બનાવવામાં આવેલા અનેક મકાનો હટાવવા મનપા દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીં ગૌરીશંકર સોસાયટીથી ફુલસર વિસ્તાર સુધીનો રોડ નીકળતો હોય ત્યાં આવેલી સોસાયટીમાં રસ્તામાં દબાણરૂપ લાગતા મકાનોને મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે જ્યાં આવેલી ધોબી સોસાયટી, મફતનગર, સહિતની સોસાયટીઓમાં મનપા દ્વારા જગ્યા ખાલી કરવા નોટિસ ફટકારી છે. 

જ્યાં રહેતા સંજયભાઈ દિહોરા નું મકાન પણ આવતું હોય તેમને પણ મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, સંજયભાઈ દિહોરા ના ઘરે દીકરીના શ્રીમંત નો પ્રસંગ હોય એવા સમયે જ મનપા દ્વારા નોટિસ આપતા માનસિક તાણ ના કારણે સંજયભાઈ દિહોરા ની તબિયત લથડી હતી, જેને હોસ્પિટલ લઈ જતા હાર્ટ એટેક આવ્યો હોવાનું નિદાન બાદ સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. 

ત્યારે સંજયભાઈ દિહોરા મનપા ની નોટિસ બાદ માનસિક તાણ અનુભવતા હોય તેના કારણે જ તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું અને તેમનું આ કારણે જ મોત થયું હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ યોગ્ય નિર્ણય ના કરવામાં આવે ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news