વર્ષ 2024 નું ફળકથન : ગુજરાત અને ભારત માટે કેવું રહેશે 2024 નું વર્ષ, કૃષિ ક્ષેત્રે લેવાશે સારા નિર્ણય

Welcome 2024: ભારત દેશનો વર્ષાક ૧+૯+૪+૭ = ૨૧ એટલે ૨+૧ = ૩ અને ગુજરાત રાજ્યનો વર્ષાક ૧+૯+૬+૦ = ૧૬ એટલે ૧+૬ = ૭ આવે તો આ મૂળ વર્ષાકને આ વર્ષના વર્ષાક ૮ સાથે ફળકથન ની થોડી ગણતરી કરતા  ભારત દેશ માટે વર્ષ ૨૦૨૪ એકંદરે સારું રહેશે. 

વર્ષ 2024 નું ફળકથન : ગુજરાત અને ભારત માટે કેવું રહેશે 2024 નું વર્ષ, કૃષિ ક્ષેત્રે લેવાશે સારા નિર્ણય

Prediction 2024: ઇ.સ. ૨૦૨૪ નો વર્ષાક અંકશાસ્ત્ર મુજબ ગણીયે તો ૨+૦+૨+૪ = ૮ આવે જે આંક શનિનો ગણાય છે. વર્ષાક મુજબ વર્ષ દરમિયાન અંકની અસર જે તે વર્ષમાં જન્મ હોય તેના વર્ષનો સરવાળો કરી અને આવેલ અંકને આ વર્ષના અંક ૮ સાથેની કેવી અસરની સંભાવના બને તે જોઈએ. ભારત દેશનો વર્ષાન્ક ૧+૯+૪+૭ = ૨૧ એટલે ૨+૧ = ૩ અને ગુજરાત રાજ્યનો વર્ષાક ૧+૯+૬+૦ = ૧૬ એટલે ૧+૬ = ૭ આવે તો આ મૂળ વર્ષાકને આ વર્ષના વર્ષાક ૮ સાથે ફળકથન ની થોડી ગણતરી કરતા  ભારત દેશ માટે વર્ષ ૨૦૨૪ એકંદરે સારું રહેશે. 

પ્રજા માટે યોગ્ય સહાયક કાર્ય, નવી યોજના, જુના પડતર પ્રશ્ન નું નિરાકરણ, શિક્ષા અને જરૂરિયાતમંદ માટે સારી જોગવાઈ થઈ શકે ગુજરાતમાં પણ ધાર્મિક, સાંસ્કૃતિક ક્ષેત્રમાં સારા કાર્ય થાય, વિચારસરણીમાં નવા પરિવર્તન આવે કૃષિ ક્ષેત્રમાં સારા નિર્ણય લેવાય વગેરે જેવી બાબત બનવા સંભવ છે. હવે વર્ષાન્ક મુજબ અન્ય અંક સાથેના ફળકથન કરીએ તો...

૧. આ અંક વાળા માટે થોડી સાવચેતી રાખવી, વડીલવર્ગ કે ઉપરી અધિકારી સાથે કોઈ મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, 

૨. આ અંક વાળા માટે નિર્ણય શક્તિ થોડી ઓછી થાય અને વધુ વિચાર ના કારણે થોડી ચિંતા વધે પણ યોગ્ય વ્યક્તિના માર્ગદર્શન મુજબ કામ કરવાથી થોડી મહેનત અંતે કાર્ય થાય.

૩. આ અંક વાળા માટે થોડી ચતુરાઈ નો પણ લાભ મળે, યોગ્ય આયોજન હોય તો નવા કાર્યમાં પણ લાંભ થાય.

૪.  આ અંક વાળા થોડા ઉતાવાળીયા નિર્ણય લેતા જોવા મળે, જોખમી નિર્ણય ન લેવા હિતાવહ કહી શકાય.

૫. આ અંક વાળા થોડા વ્યવહારુ ચતુરાઈ કરી અંગત પ્રશ્ન નું સમાધાન કરી શકે, મુસાફરી યાદગાર બની શકે.

૬. આ અંક વાળા થોડા ઉત્સાહી રહે, ક્યાંક ધાર્યા કરતાં વધુ ખર્ચ પણ કરી શકે, પસંદગીની ખરીદી પણ કરી શકે છે.

૭. આ અંક વાળા નવા આયોજનને અમલ કરવાની વૃત્તિ રહે, વિચાર, કાર્યમાં પરિવર્તન પણ સંભવિત બની શકે.

૮. આ અંક વાળા પોતાનું ધાર્યું કે ગણતરી મુજબનું કાર્ય કરી શકે, મહેનત મુજબ સફળતા મેળવી શકે.

૯. આ અંક વાળા માટે પોતાના નોકરી વ્યવસાય માં આગળ આવવાની તક મળે, નવા સંબંધ ક્યાંક ઉપયોગી થાય.

અંક શાસ્ત્રમાં મૂલાંક,  ભાગ્યન્ક પોતાના અંગત જીવનમાં ઉપયોગી થાય તે હેતુ ઘણી વાત જોવા મળતી હોય છે કેટલીક વાર અંકશાસ્ત્રમાં શ્રદ્ધા રાખનાર પોતાના નામના અંગ્રેજીમાં અક્ષર અનુસાર પોતાનો અંક ભાગ્યક મુજબ પણ ગોઠવતા હોય છે અહીં ફક્ત  વર્ષાકદ્વારા વર્ષ દરમિયાન ની કેટલીક વાત કરવામાં આવી છે.

જ્યોતિષાચાર્ય, ડો. હેમીલ પી લાઠીયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news