રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે ખુશખબર! જાણો કાલે કેબિનેટ બેઠકમાં કયા મુદ્દા ચર્ચાશે?
રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિ સાથે કર્મચારી મંડળના આગેવાનોની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા તથા બચૂ ખાબડ બેઠકમાં ઉપસ્થિત છે. આ બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા થઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: દિવાળી પહેલા રાજ્ય સરકારના કર્મીઓને એક સારા સમાચાર મળી શકે છે. જી હા...સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર એક મોટી જાહેરાત કરે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિની એક બેઠક મળી હતી. કર્મચારી મંડળના આગેવાનો સાથે સમિતિની બેઠક મળી છે. આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા અને બચૂ ખાબક બેઠકમાં હાજર છે. મુખ્ય સચિવ રાજ કુમાર પણ બેઠકમાં ઉપસ્થિત છે.
રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિ સાથે કર્મચારી મંડળના આગેવાનોની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા તથા બચૂ ખાબડ બેઠકમાં ઉપસ્થિત છે. આ બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા થઈ છે. જેના આધારે એવા વાવડ મળી રહ્યા છે કે રાજ્ય સરકારના કર્મીઓને એક સુખદ સમાચાર મળી શકે છે. આ સિવાય કર્મચારીઓના પડતર પ્રશ્નો 2005 પહેલાના કર્મીઓને જૂની પેંશન યોજના, 7માં પગાર પંચના ભથ્થા સંદર્ભે પેંડિંગ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે. આ સિવાય પીએમ મોદીના શાસનના 22 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સરકાર કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે.
તમને જણાની દઈએ કે રવિવારે કેબિનેટની બેઠક બોલાવાતા રાજકીય ગલિયારામાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. શું ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે! કેબિનેટની બેઠકમાં શું શું નિર્ણયો લેવાઈ શકે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. શું રવિવારે કોઇ મોટી જાહેરાત થશે તેને લઇને અનેક વાતો થઈ રહી છે. પરંતુ આ વાતો બધી પાયોવિહોણી છે. તમને જણાવી દઈએ કે રવિવારે બોલાવેલી કેબિનેટની બેઠક માટે સરકારે સચિવોને પણ હાલ કોઇ અજેન્ડા આપ્યો નથી. કેબિનેટ મંત્રીઓને પણ માત્ર રવિવારે હાજર રહેવા સુચના અપાઇ છે.
મહત્વનું છે કે, બુધવારના બદલે રવિવારે બોલાવેલી કેબિનેટ બેઠકનો ઉદ્દેશ્ય આગામી અઠવાડિયે પીએમ મોદીના શાસનના 22 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારી ઉજવણી અને તેની તૈયારી માટે છે. પરંતુ હાલ ગુજરાતની રાજનીતિમાં જે ઉભરો આવ્યો છે, તે સાવ અફવાઓ છે. મંત્રીમંડળના વિસ્તરણની આશંકા તદ્દન પાયાવિહોણી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે