શોપિંગ સેન્ટરમાં શરૂ થયેલી પાર્ટી પોલીસ સ્ટેશનમાં પૂરી! વિદ્યાર્થીઓ સહિત આ 20 નબીરાઓની અટકાયત

સુરતના રાજમહેલ શોપિંગ મોલમાં એક જમીન દલાલની ઓફિસમાં બર્થ ડે પાર્ટીની નિમિતે મદિરાની મહેફિલ યોજાઈ હતી. જે અંગે ડીંડોલી પોલીસને જાણ થતાં મોડી રાત્રે રેડ પાડી હતી.

શોપિંગ સેન્ટરમાં શરૂ થયેલી પાર્ટી પોલીસ સ્ટેશનમાં પૂરી! વિદ્યાર્થીઓ સહિત આ 20 નબીરાઓની અટકાયત

પ્રશાંત ઢીવરે-સુરત: ડીંડોલી પોલીસની 200 મીટરમાં જ બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફીલ માણી રહેલા 20 જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી જમીન દલાલ સહિત વ્યાપારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ છે. પોલીસે બાતમીના આધારે દારૂની બોટલ સાથે આ ઈસોમોને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ રાજમહેલ શોપિંગ સેન્ટરના પહેલા માળે ઓફિસમાં જન્મદિવસની દારૂની મહેફિલ ચાલુ હોવાની બાતમી ડીંડોલી પોલીસને મળી હતી. પોલીસે છાપો મારતા ત્યાંથી નશાની હાલતમાં દારૂની બોટલ સાથે 20 જેટલા લોકો મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક આ લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી છે. તપાસ કરતા જમીન દલાલ ધંધા સાથે સંકળાયેલા અનુરાગ શર્મા નામના યુવકનો જન્મદિવસ હોવાથી મોટી સંખ્યામાં યુવાનો રાજમહેલ શોપિંગ સેન્ટરના પહેલા માટે ઓફિસમાં ભેગા થયા હતા. ત્યાં આ યુવાનો દારૂની મહેફિલ માણીને જન્મદિવસની ઉજવણી કરતા હોવાનું બહાર આવ્યું હતું.

ડીંડોલી પોલીસે તપાસ કરતા આ ઓફિસમાંથી દારૂની ભરેલી  ત્રણ બોટલો સહિત બે ખાલી બોટલો મળી આવી હતી. પોલીસે તાત્કાલિક દારૂની મહેફીલ માણી રહેલા આ 20 લોકોની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પૈકી કેટલાક જમીન ધંધાના સાથે સંકળાયેલા છે તો કેટલાક વ્યાપારીઓ છે સાથે જ કોલેજના વિદ્યાર્થીઓ પણ હોવાનું સામે આવ્યું છે. 

દારૂની મહેફીલ માણી રહેલા લોકોના નામો

1. અનુરાગ ઉર્ફે બંટી શંકર શુક્લા- રહેવાસી ભેસ્તાન
2.અનિલ શાલીગ્રામ શાહી-ડીંડોલી
3.મૌસમ દિનેશકુમાર શાહ- ડીંડોલી
4. વિનય રવિશંકર પાંડે-ઉધના
5. સંદીપ સિંહ ધીરેન્દ્ર પ્રતાપસિંહ રાજપુત-ઉધના
6. ધરમ પ્રકાશ ઉમાકાંત ઉપાધ્યાય- ભેસ્તાન
7. આશિષ ભાનુપ્રસાદ તિવારી- ડીંડોલી
8. સંદીપ મનોજકુમાર જયસ્વાલ- ઉધના
9. બંટી અશોક રાય- પાંડેસરા
10. દ્વારકેશ રામ આશરે યાદવ- પાંડેસરા
11. પ્રિન્સ મહેશ ગુપ્તા -પાંડેસરા
12. સંતોષ લાલતા સિંહ- પાંડેસરા
13. પ્રેમ રાજ કિશોર પાઠક -ડીંડોલી
14. પરમેશ્વર સુભાષચંદ્ર સહાની- ઉધના
15. રતન સૂર્યપ્રકાશ પાંડે- ડીંડોલી
16. સુરજ અરવિંદ પ્રજાપતિ-ઉધના
17. પ્રજેશ રાજેશ ભગત વાલા- પાંડેસરા
18. સુરજ સિંહ રાજપુત- ભેસ્તાન
19. વિનયપ્રસાદ સચિન પ્રસાદ – અલથાણ
20 આશિષ સિંઘ રામસિંગ રાજપૂત-

હાલ તો સમગ્ર મામલે ડીંડોલી પોલીસે આ ઈસમોની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news