હવે બાળકો અસુરક્ષિત! તીક્ષ્ણ હથિયાર વડે અમદાવાદમાં બાળકો પર જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં આવેલા નવયુગ સ્કૂલ નજીક એકટીવા પર સવાર બે બાળકો પર અજાણ્યા ઈસમો તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા.

હવે બાળકો અસુરક્ષિત! તીક્ષ્ણ હથિયાર વડે અમદાવાદમાં બાળકો પર જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

મૌલિક ધામેચા/અમદાવાદ: નરોડા વિસ્તારમાં બાળક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં આવેલા નવયુગ સ્કૂલ નજીક એકટીવા પર સવાર બે બાળકો પર અજાણ્યા ઈસમો તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ બનાવ અંગે હુમલામાં ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસને પણ બનાવ અંગેની જાણ થઈ જે સંદર્ભે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મારા મારી અને મદદગારીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે બનાવ બાદ ઘટનાસ્થળની તપાસ કરી તો આ ઘટના રાત્રિ દરમિયાન નવયુગ સ્કૂલ નજીક જાહેર રોડ ઉપર બની હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસને ઘટના સંદર્ભના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા, જેમાં સ્પષ્ટ થઈ રહ્યું હતું કે એકટીવા પર સવાર બે મિત્રો રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે, અને તે દરમિયાન જ એક ટુવ્હીલર પર આવેલા ઈસમો આ બંને બાળકો કંઈ સમજે તે પહેલા જ તીક્ષણ હથિયાર વડે મારી ત્યાંથી ફરાર થઈ જાય છે. પોલીસનું માનવું છે કે હાલ તો આ ઈસમો કોણ છે તે અંગે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. પરંતુ સારવાર હેઠળ રહેલ બાળકની પૂછપરછ દરમિયાન આરોપીઓની ઓળખ થઈ શકે તેમ છે.

પ્રાથમિક તબક્કે પોલીસનું માનવું છે કે આ બનાવ અંગત અદાવતના કારણે બન્યો હોઈ શકે છે. પરંતુ તે અદાવત બાળક સાથે હતી કે અન્ય કોઈ સાથે તે અંગે પણ આરોપીને પકડવાથી સામે આવશે. ત્યારે હાલ તો પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા ઝઘડો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news