પોપ્યુલર બિલ્ડર કેસમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા

સમાજમાં ઘરેલુ હિંસાના કેસ ઘણા બન્યા છે અને હજી પણ બની રહ્યા છે, ત્યારે સૌને અચરજ પામે તેવા નામાંકિત વ્યક્તિઓ પણ ઘરેલૂ હિંસાના કેસમાં ધરપકડ થતી હોય છે. અમદાવાદના નામાંકિત પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ, મોનાંગ પટેલ, વીરેન્દ્ર પટેલ અને દશરથ પટેલ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને પગલે શનિવારે ગ્રામ્ય કોર્ટમાં રજુ કરવામાં આવ્યા. 
પોપ્યુલર બિલ્ડર કેસમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા

મૌલિક ધામેચા/અમદાવાદ : સમાજમાં ઘરેલુ હિંસાના કેસ ઘણા બન્યા છે અને હજી પણ બની રહ્યા છે, ત્યારે સૌને અચરજ પામે તેવા નામાંકિત વ્યક્તિઓ પણ ઘરેલૂ હિંસાના કેસમાં ધરપકડ થતી હોય છે. અમદાવાદના નામાંકિત પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ, મોનાંગ પટેલ, વીરેન્દ્ર પટેલ અને દશરથ પટેલ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને પગલે શનિવારે ગ્રામ્ય કોર્ટમાં રજુ કરવામાં આવ્યા. 

પોલીસે આરોપીઓની પૂછપરછ કરવા 6 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં  કોર્ટે  બે દિવસના રીમાંડ મંજુર કર્યા હતા. નોંધપાત્ર છે કે મેજીસ્ટ્રેટ કોર્ટને ફરીથી રિમાન્ડ અરજી સાંભડવા ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટએ હુકમ કર્યો હતો. જેથી ફરીવાર કોર્ટ પોલીસ અને બચાવ પક્ષ દ્વારા ફરીથી પોતાની દલીલો મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ કરી હતી. સાથે જ પોલીસે રજૂઆત કરી હતી કે આ કેસની તપાસ માટે આરોપીઓનું કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે અને ક્યાં નાસતા ફરતા હતા તેની તપાસ કરવાની બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news