SURAT: 15 વર્ષનો બાળક ઘરેથી ખરીદી કરવા નિકળ્યો, 10 મિનિટ બાદ મૃત હાલતમાં ઘરની બહારથી મળ્યો

SURAT: 15 વર્ષનો બાળક ઘરેથી ખરીદી કરવા નિકળ્યો, 10 મિનિટ બાદ મૃત હાલતમાં ઘરની બહારથી મળ્યો

* ઘરેથી રિક્ષામાં બેસી સામાન લેવા નીકળેલા વિદ્યાર્થીનું મોત
* સચિન ગભેણી વચ્ચે રિક્ષામાં મુસાફરી દરમિયાન વિદ્યાર્થીનું રહસ્યમય મોત
* 10 મિનિટમાં જ રિક્ષાનો ચાલક ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ઘરે મુકીને થયો ફરાર

સુરત : શહેરમાં દરરોજ હત્યા, દુષ્કર્મ અને અપહરણની ઘટનાઓ બનતી રહે છે. સુરતમાં જાણે હવે જંગલરાજ હોય અને કાયદો અને વ્યવસ્થા નામની કોઇ વસ્તુ જ ન હોય તે પ્રકારે આરોપીઓ બેફામ થઇ ગયા છે. પોલીસનો ડર હવે આરોપીઓમાં ન રહ્યો હોય તેવી પરિસ્થિતી સર્જાઇ છે. તેવામાં 5માં ધોરણનાં એક વિદ્યાર્થી સાથે વિચિત્ર ઘટના બની હતી. જેના વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. જેના થકી વાલીઓ હવે વધારે જાગૃત બનવાની જરૂરિયાત ઉભી થઇ છે.

સુરતના સચિન વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં ધોરણ 5માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું રહસ્યમય સ્થિતીમાં મૃત્યુ નિપજ્યું હતું. ઘરેથી રિક્ષામાં બેસીને સામાન લેવા માટે નિકળેલો તરૂણ ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. સચિનથી તે ગભેણી જઇ રહ્યો હતો ત્યારે મુસાફરિ દરમિયાન વિદ્યાર્થીનું રહસ્યમય અકસ્માતમાં મોત નિપજ્યું હતું. 10 મિનિટમાં જ રિક્ષાનો ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં જ તે વિદ્યાર્થીને લઇને તે વિદ્યાર્થીનાં ઘરે મુકી ગયો હતો. જ્યાંથી તેને સીધો જ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો. 

જો કે ફરજ પરનાં ડોક્ટર્સ દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવતા ટુંકી સારવાર બાદ તે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. જ્યારે જે રિક્ષા ચાલક ત્યાર બાદથી ફરાર છે. જેનાં કારણે સમગ્ર ઘટના અંગે પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવતા. પોલીસ દ્વારા આ અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. હાલ તો રિક્ષા ચાલકને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેથી સમગ્ર ઘટના અંગે જાણી શકાય. આ ઉપરાંત પોલીસ દ્વારા CCTV પણ કબ્જે લઇને ટેક્નીકલ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે. વિદ્યાર્થીનો મૃતદેહ પણ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જેથી મૃત્યુ અંગેનું ચોક્કસ કારણ જાણી શકાય. 

જો કે પરિવાર માથે આ ઘટના બાદ આભ ફાટી પડ્યું છે. પોતાનો 15 વર્ષનો દિકરો ગુમાવ્યો અને તેનાં મોતનું કારણ પણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે બીજી તરફ સવાલો ઉઠી રહ્યા છે કે, 15 વર્ષનાં બાળકને એકલો વાલી દ્વારા મોકલવામાં શા માટે આવ્યો હતો. આ ઉપરાંત તે ખરીદી કરવા માટે ગયો હતો તો શું આટલો નાનો બાળક ખરીદી કરવા માટે હોઇ શકે તેવા અનેક ટેક્નિકલ મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે. સૌથી પહેલા તો પોલીસ રિક્ષા ચાલકને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. જેથી સત્ય હકિકત જાણી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news