અઢી વર્ષમાં દોઢ કરોડના ખર્ચે ઇટાલીમાં તૈયાર થઇ 800 કિલોની ભગવત્ ગીતા

ઇટલીમાં તૈયાર આ ભગવદ્ ગીતાનું એક પેજ ફેરવવા માટે 4 લોકોની જરૂર પડે છે. તેમજ આ ગીતાને વિવિધ ધાતુઓથી તૈયાર કરાઇ છે. 

અઢી વર્ષમાં દોઢ કરોડના ખર્ચે ઇટાલીમાં તૈયાર થઇ 800 કિલોની ભગવત્ ગીતા

અમદાવાદ: ઇસ્કોન દ્વારા દિલ્હીના ઈસ્કોન મંદિરમાં 800 કિલો વજનની ભગવદ્ ગીતાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. આ ગીતાને તૈયાર કરવામાં દોઢ કરોડના ખર્ચ અને અઢી વર્ષ લાગ્યા હતા. આ ગીતા ઈટાલીના મિલાન શહેરથી દરિયાઈ માર્ગે ભારતમાં લવાશે. ઇટલીમાં 11મી નવેમ્બરે લાખો લોકોની વચ્ચે આ પુસ્તકનું અનાવરણ કરાયું હતું. આ ગીતા તૈયાર કરવામાં 50થી વધુ લોકોની મહેનત કરી છે.

ગીતા જયંતી નિમિત્તે દિલ્હીના ઈસ્કોન મંદિરમાં 20 ડિસેમ્બરના રોજ વિશ્વની સૌથી મોટી 800 કિલોની ભગવદ્ ગીતાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. આ ભગવદ્ ગીતાને તૈયાર કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો હતો. જેમાં ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ ભગવદ્ ગીતાના પ્રચારને 50 વર્ષ પૂર્ણ થતાં આ વિશેષ ગીતા તૈયાર કરાઈ છે. 

આ પુસ્તક તૈયાર કરવા માટેનો તમામ ખર્ચ ઈસ્કોનના દરેક કેન્દ્રોમાંથી એકત્રિત કરાયો હતો. આ પુસ્તકને ઈટાલીના મિલાનમાં પ્રદર્શિત કરાયું હતું. આ ગીતામાં 670 પેજ આપવામાં આવ્યા છે, જેનું કદ 2.84*2.0 મીટર છે. આ ગીતાને સિન્થેટિકના કાગળથી તૈયાર કરાઈ છે. આ ગીતા પર પ્લેટિનમ, સોનુ, અને ચાંદીનો ઉપયોગ કરાયો છે. આ ગીતાના પૃષ્ઠને પલટવા માટે ત્રણથી ચાર વ્યક્તિની જરૂર પડે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news