હ્રદયના પાટીયા બેસી જાય તેવા ચોંકાવનારા આંકડા; ગુજરાતમાં વર્ષ 2023માં 72,573 હાર્ટના કેસ

Heart Attack News: ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હૃદય રોગની બીમારીમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ બધાની વચ્ચે 108 ઈમરજન્સી દ્વારા પણ રેકોર્ડ બ્રેક કેસ હેન્ડલ કરવામાં આવ્યા છે.

હ્રદયના પાટીયા બેસી જાય તેવા ચોંકાવનારા આંકડા; ગુજરાતમાં વર્ષ 2023માં 72,573 હાર્ટના કેસ

Gujarat Heart Attack News: ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા તેની આંકડા પર એક નજર કરીએ...

  • 2018માં 53,700 હૃદય રોગના કેસ નોંધાયા
  • 2019માં 63,628 હૃદય રોગના કેસ નોંધાયા
  • 2020માં 44,797 હૃદય રોગના કેસ નોંધાયા
  • 2021મા 42,555 હૃદય રોગના કેસ નોંધાયા
  • 2022માં 56,277 હૃદય રોગના કેસ નોંધાયા
  • 2023માં 72,573 હૃદય રોગના કેસ નોંધાયા

જેનો ભય હતો એ જ થયું! માત્ર 2 દિવસમાં ફરી ગુજરાતમાં જામશે વરસાદ, મજબૂત સિસ્ટમ સક્રિય

2018માં હૃદય રોગના 53,700 કેસ હતા તેની સરખામણીએ વર્ષ 2023માં 35% વધુ કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરામાં હૃદય રોગના કેસ પર નજર કરીએ. અમદાવાદમાં 21 496 કેસ, સુરતમાં 5408 કેસ, રાજકોટમાં 4910 કેસ, ભાવનગરમાં 3769 કેસ અને વડોદરામાં 3618 કેસ નોંધાયા છે.

108 ઈમરજન્સીએ આ આંકડાને લઈને એવું પણ અનુમાન લગાવ્યું છે કે, દર 7:30 મિનિટે એક વ્યક્તિને હૃદય રોગને લગતી બીમારી સામે આવી રહી છે. લોકોની બદલાતી ટેવ, ફૂડ, માનસિક સ્ટ્રેસ અને વધારે પડતું જીમ કરવાથી પણ હૃદય રોગનો હુમલો આવી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news