Nuclear Plant In Gujarat: ખેડૂતોને હવે ફાયદો જ ફાયદો! ભારતનો પહેલો સ્વદેશી પરમાણુ પ્લાન્ટ ગુજરાતમાં શરૂ

Nuclear Plant In Gujarat: ગુજરાતમાં દેશનો પ્રથમ સ્વદેશી 700 મેગાવોટનો પરમાણુ પ્લાન્ટ શરૂ થયો: કાકરાપાર પ્લાન્ટે પૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરી, પીએમ મોદીએ ગણાવ્યો ‘માઈલસ્ટોન’

Nuclear Plant In Gujarat: ખેડૂતોને હવે ફાયદો જ ફાયદો! ભારતનો પહેલો સ્વદેશી પરમાણુ પ્લાન્ટ ગુજરાતમાં શરૂ

Nuclear Plant In Gujarat: ચેતન પટેલ/સુરત: ગુજરાતમાં 700 મેગાવોટ ક્ષમતાવાળા પહેલા સૌથી મોટા સ્વદેશી કાકરાપાર ન્યુક્લિયર વીજ પ્લાન્ટનું યુનિટ-3 સંપૂર્ણ ક્ષમતાની સાથે કામ શરૂ કરી દીધું છે. KAPP-3 700 મેગાવોટ ક્ષમતાનો પ્રથમ સ્વદેશી દબાણયુક્ત હેવી વોટર રિએક્ટર (PHWR) છે. એને ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવ્યો છે.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (NPCIL)એ દેશભરમાં 700 મેગાવોટના 16 PHWR સ્થાપિત કરવાનું લક્ષ્‍ય રાખ્યું છે. એમાંથી રાજસ્થાનના રાવતભાટા (RAPS 7-8) અને હરિયાણાના ગોરખપુર, મધ્ય પ્રદેશના ચુટકા, રાજસ્થાનના માહી બાંસવાડા અને કર્ણાટકના કૈગામાં ચાર મોટા પાયે 10 સ્વદેશી રૂપથી વિકસિત PHWRના નિર્માણને મંજૂરી આપી દીધી છે. ગુજરાતનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાકરાપાર તાપી નદી પર સુરતથી આશરે 80 કિમી દૂર છે.

પીએમ મોદીના ટ્વીટને લઈ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. 700 મેગાવોટ સાથે કાંકરાપાર યોજના હેઠળ શરૂ થયેલ પ્લાન્ટના કારણે વીજળીની જરૂરિયાત ઘર આંગણે પૂર્ણ થશે. ઘર આંગણે પ્લાન્ટ શરૂ થવાથી આઠના બદલે દસ કલાક વીજળી મળી રહેશે. 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બહારથી વેચાતી લેવામાં આવતી વીજળીનું ઉત્પાદન હવે આપના ઘર આંગણે થશે. પ્લાન્ટ શરૂ થવાથી રાજ્યને મોટો ફાયદો થવાનો છે. પ્રધાનમંત્રીએ સમયાંતરે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ટીમને પ્રોત્સાહિત કર્યા છે. વૈજ્ઞાનિકોના કારણે કોવિડની રસી શોધી શક્યા, ચંદ્ર પર ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ કરી શક્યા, 700 મેગાવોટનો પ્લાન્ટ શરૂ કરી શક્યા. તમામ કાર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નિર્ણાયકતાના કારણે પાર પડ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news