આ કારણે 70 વર્ષોથી ગરીબોને સેવા આપતી અમદાવાદની વી.એસ હોસ્પિટલ બની દર્દી વિહોણી
છેલ્લા 70 વર્ષથી ગરીબ દર્દીઓની સેવા કરતું શેઠ વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ (વીએસ) આજે દર્દીઓ વગરનું સુનું થઈ ગયું છે. 9 જેટલી સુપર સ્પેશીયાલીટીની સુવિધાઓ કે જે પહેલા વીએસ હોસ્પીટલમાં ઉપલબ્ધ હતી તે હવે એક એક કરીને બંધ કરી જાન્યુઆરી મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરાયેલા સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે SVP હોસ્પિટલમાં ખસેડી દેવાતા વીએસ હોસ્પિટલ હવે દર્દીઓ વિહોણી અને શાંત બની છે.વીએસ હોસ્પીટલના વોર્ડમાં જઈએ કે બિલ્ડીંગની લોબીમાં જઈએ તો નથી દેખાતું હવે કોઈ દર્દી કે તેમનું સ્વજન!
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: છેલ્લા 70 વર્ષથી ગરીબ દર્દીઓની સેવા કરતું શેઠ વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ (વીએસ) આજે દર્દીઓ વગરનું સુનું થઈ ગયું છે. 9 જેટલી સુપર સ્પેશીયાલીટીની સુવિધાઓ કે જે પહેલા વીએસ હોસ્પીટલમાં ઉપલબ્ધ હતી તે હવે એક એક કરીને બંધ કરી જાન્યુઆરી મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરાયેલા સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે SVP હોસ્પિટલમાં ખસેડી દેવાતા વીએસ હોસ્પિટલ હવે દર્દીઓ વિહોણી અને શાંત બની છે.વીએસ હોસ્પીટલના વોર્ડમાં જઈએ કે બિલ્ડીંગની લોબીમાં જઈએ તો નથી દેખાતું હવે કોઈ દર્દી કે તેમનું સ્વજન !
9 સુવિધાઓ કે જે વીએસથી બંધ કરીને SVPમાં શરુ કરવામાં આવી
- કાર્ડિયોલોજી
- ન્યુરોલોજી - ન્યુરોસર્જરી
- ગેસ્ટ્રોએન્ટેરોલોજી
- નેફ્રોલોજી
- એન્ડોક્રાઈન
- બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક
- ડર્મેટોલોજી
- ઓર્થોપેડીક્સ
- યુરોલોજી
વીએસમાં અત્યાર સુધી આપવામાં આવી રહેલી 9 સ્પેશીયાલીટી સુવિધાઓ બંધ કરવા અંગે વધુ માહિતી આપતા વીએસ હોસ્પીટલના ઇન્ચાર્જ સુપ્રીન્ટેન્ડન્ટ બાબુભાઈ પટેલે કહ્યું હતું કે, હાલ વીએસ હોસ્પીટલની જે ઈમારતોમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. તેની હાલત પણ કફોડી છે. નવી બનેલી SVP હોસ્પીટલમાં અત્યાધુનિક સાધનો સાથે સામાન્યદરે જ ગરીબ લોકોને સેવા આપવામાં આવી રહી છે.
અમદાવાદ: સાયબરક્રાઇમ બ્રાંન્ચે ગત 7 મહિનામાં 14 કોલ સેન્ટરો પર પાડ્યા દરોડા
તમામ ઈલાજો હાલ પણ આપવામાં આવી રહ્યા છે પરંતુ તેના માટે દર્દીઓએ SVP હોસ્પિટલમાં જવાનું રહેશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વી.એસ. હોસ્પીટલની અંદર પણ 500 બેડની સુવિધા કાર્યરત રહેશે. જેની સાથે SVPના 1600 બેડ જોડાતા દર્દીઓને આશરે 2100 બેડની સુવિધા મળી રહેશે. સાથે જ વીએસમાં બંધ થયેલી સુવિધાઓ SVP હોસ્પીટલમાં શરૂ કરાઈ હોવાનો SVP હોસ્પીટલના સુપ્રીન્ટેન્ડન્ટ સંદીપ મ્લ્હાન દ્વારા કરાયો છે દાવો પણ કર્યો હતો.
5 જેટલી સુવિધાઓ કે આગામી સમયમાં વીએસમાં ચાલુ થવાનો દાવો
- પીડીયાટ્રીક
- ગાયનેક
- મેડીસીન
- સર્જરી
- કેઝ્યુલીટી (તાત્કાલિક વિભાગ)
વીએસ હોસ્પીટલની હાલની સ્થિતિ જોઈએ તો સમારકામ કરવાની જરૂરીયાત હોય તેવા દ્રશ્યો આપને પહેલી નજરે જ જોવા મળશે. પરંતુ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન વીએસ હોસ્પિટલની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટ કહી શકાય. એક સમયે વીએસ હોસ્પિટલ દર્દીઓ અને તેમના સ્વજનોથી ભરેલું રહેતું હતું. ટ્રોમા સેન્ટરમાં 108ની લાઈન લાગી રહેતી હતી ત્યારે આજે એકપણ 108 જોવા નથી મળી રહી. હોસ્પીટલના બેડ ખાલી થઈ ગયા છે.
ઉડતા અમદાવાદ: સાણંદ સરખેજ હાઇવે પરથી પોલીસે ઝડપ્યો 20 કિલો ગાંજો
મહિનાઓથી હોસ્પિટલ બંધ થઈ ચુકી હોય તેવા દ્રશ્યો દેખાઇ જોવા મળી રહ્યા છે. વીએસના બંધ કરાયેલા વોર્ડમાં જોવા મળી રહ્યા છે. તો એ છે, માત્ર વીએસ હોસ્પિટલના કર્મચારીઓ જ્યાંથી લાખો લોકોએ સારવાર લીધી અને સાજા થઈને પરત ફર્યા એ હોસ્પિટલની સ્થિતિની વાત કરીએ તો લગભગ 80% બંધ થઈ ચુકી છે.
ખાખીની આબરૂ લજવાઇ: કોલેજ પાસે બેઠેલા પ્રેમી યુગલ પાસે વર્ધીધારીએ માગ્યા રૂપિયા
હાલ તો રેસીડેન્ટ ડોકટરો બંને તરફ આપી રહ્યા છે સારવાર વીએસ હોસ્પીટલની સ્થિતિ ટ્રોમા સેન્ટરની પાસે આવેલા 'અમૃત દિનદયાલ જન ઔષધી સ્ટોર' પરથી પણ જાણી શકાય છે અઠવાડિયા અગાઉ અહીં 70,000ની દવાઓ રોજ વેચાતી હતી પરંતુ SVPમાં ચાલતા એપોલો સ્ટોરના કારણે આજે આજ સ્ટોરનો વકરો ઘટીને રોજનો 30,000 થવા પામ્યો છે. ત્યારે આગામી દિવસમાં તંત્ર હજુ શું નિર્ણય લેશે તે જોવું રહ્યું છે.
એક તરફ વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે કે, તૈયારીના ભાગરૂપે વીએસ હોસ્પિટલને બંધ કરાઈ રહ્યું છે ત્યારે 1200 બેડના વીએસને ધીમે ધીમે 500 બેડ સુધી લાવવાનો કોર્પોરેશનનો નિર્ણય કેટલો યોગ્ય છે. તે આગામી સમય જ બતાવી શકશે પરંતુ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન વીએસ હોસ્પિટલમાં હાલ તો સુપર સ્પેશીયાલીટી સુવિધાઓ બંધ કરાતા સ્થિતિ ચિંતાજનક બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે