‘જાદુ-ટોના કરાવી ગાડી પલટી કરાવી દઈશું, પરિવારને ગાંડો કરી નાખીશું’, કહી વ્યાજખોરોએ 40 લાખ સામે 1 કરોડ પડાવ્યા...

સુરત શહેરના લીંબયાત વિસ્તારમાં આવેલ કૈલાશ નગર ખાતે રહેતા રમેશચંદ્ર સૌમ્યાએ કરિયાણાનો વ્યાપાર શરૂ કરવા અલગ અલગ વ્યાજખરો પાસેથી રૂપિયા 40 લાખ રૂપિયા લીધા હતા. 40 લાખના બદલામાં વ્યાપારીએ  1 કરોડથી વધુની રકમની ચુકવણી કરી દીધી હતી.

‘જાદુ-ટોના કરાવી ગાડી પલટી કરાવી દઈશું, પરિવારને ગાંડો કરી નાખીશું’, કહી વ્યાજખોરોએ 40 લાખ સામે 1 કરોડ પડાવ્યા...

પ્રશાંત ધિવરે/સુરત: શહેરના ડુંભાલમાં કરિયાણાના વેપારીએ લીધેલા 40 લાખ સામે 7 વ્યાજખોરોએ 1 કરોડ પડાવ્યા લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીએ વ્યાપાર શરૂ કરવા માટે 7 વ્યાજખરો પાસેથી વ્યાજે 40 લાખ રૂપિયા લીધા હતા. જ્યારે 40 ની સામે 1 કરોડથી વધુનો રૂપિયાની રકમ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો માનસિક ત્રાસ આપી પઠાની ઉઘરાણી કરતા હતા. સમગ્ર બનાવ મામલે ફરિયાદીએ લિંબાયત પોલીસનો સંપર્ક કરતા પોલીસે 7 વ્યાજખોરો વિરુદ્ધ ખંડીનો ગુનો નોંધ્યો છે.

સુરત શહેરના લીંબયાત વિસ્તારમાં આવેલ કૈલાશ નગર ખાતે રહેતા રમેશચંદ્ર સૌમ્યાએ કરિયાણાનો વ્યાપાર શરૂ કરવા અલગ અલગ વ્યાજખરો પાસેથી રૂપિયા 40 લાખ રૂપિયા લીધા હતા. 40 લાખના બદલામાં વ્યાપારીએ  1 કરોડથી વધુની રકમની ચુકવણી કરી દીધી હતી. ત્યારબાદ પણ વ્યાજખોરો વ્યાપારીને માનસિક ત્રાસ આપી પઠાણી ઉઘરાણી કરતા હતા.

એટલું જ નહીં ‘જાદુ-ટોના કરાવી ગાડી પલટી કરાવી દઈશું, તમારા પરિવારને ગાંડો કરી નાખીશું’ તેવી વ્યાજખોરો ધમકી પણ આપતા હતા. ફરિયાદીએ ગામની જમીન વેચી વ્યાજખોરોને 40 લાખની સામે એક કરોડથી વધુની રકમની ચુકવણી કરી હતી. તેમ છતાં વ્યાજખોરો ફરિયાદીને હેરાન કરી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોના ત્રાસથી ફરિયાદી પોતાના વતન રાજસ્થાન જતો રહ્યો હતો ત્યારે વ્યાજખોરો રાજસ્થાન ફરિયાદીના વતનમાં જઈ ધમકી આપી પૈસાની માંગણી કરતા હતા.

વ્યાજખોરોના ત્રાસથી ફરિયાદીએ લિંબાયત પોલીસનો સંપર્ક કરતા પોલીસે ફરિયાદીને સાંભળી જંગદમ્બા કરિયાણા સ્ટોરના માલિક લહેરૂ તૈલી, કૈલાશ દાયમા,  શિવજી ટેલર, ભેરૂલાલ મૂળચંદજી ખટીલ, બંસીલાલ, જુગલ કિશોર,  મીઠાલાલ ગુજ્જરની સામે ખંડણી અને ધમકી ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news