હદ થાય છે હવે! 68 વર્ષીય વૃદ્ધ નરાધમે યુવતી સાથે વારંવાર માણ્યું શરીરસુખ, અજીબોગરીબ રીતે ભાંડો ફૂટ્યો!

ઉમરેઠમાં 68 વર્ષના વૃદ્ધ નરાધમએ માનસિક અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું, છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ ગુજારવાના કારણે યુવતીને 6 માસનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો.

હદ થાય છે હવે! 68 વર્ષીય વૃદ્ધ નરાધમે યુવતી સાથે વારંવાર માણ્યું શરીરસુખ, અજીબોગરીબ રીતે ભાંડો ફૂટ્યો!

બુરહાન પઠાણ /આણંદ: જિલ્લાનાં ઉમરેઠમાં 68 વર્ષનાં નરાધમ વૃદ્ધએ માનસિક અસ્થિર યુવતીને પોતાની વાસનાનો સિકાર બનાવી છેલ્લા એક વર્ષ દરમિયાન યુવતી પર વાંરવાર દુષ્કર્મ કરતા યુવતીને છ માસનો ગર્ભ રહી જતા વૃદ્ધની પાપલીલાનો ભાંડો ફુટયો હતો. જે બનાવ અંગે ઉમરેઠ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી વૃદ્ધની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં આ વાસના ભુખ્યા નરાધમ વૃદ્ધ પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે્.

ઉમરેઠ શહેરમાં કડીયાવાડમાં રહેતા સતીષભાઈ કાંતીલાલ રાણા નામનાં 68 વર્ષિય વૃદ્ધ દ્વારા શહેરનાં એક વિસ્તારમાં રહેતી અસ્થિર મગજની યુવતીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી અને યુવતી પર છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરીને નરાધમ સતિષભાઈ પોતાની વાસના સંતોષતો હતો, પરંતુ વારંવાર દુષ્કર્મ ગુજારવાનાં કારણે અસ્થિર મગજની યુવતીને ગર્ભ રહ્યો હતો, અને છ માસનો ગર્ભ થતા યુવતીનું પેટ ફુલેલું જોતા તેનાં પરિવારજનો તેણીને હોસ્પિટલમાં લઈ જતા જયાં હોસ્પીટલનાં તબીબોએ યુવતીને તપાસી પરિક્ષણ કરતા યુવતીને છ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા યુવતીના માતા પિતાનાં પગ નિચેથી જાણે જમીન સરકી ગઈ હતી.

આ ધટનાને લઈને યુવતીનાં પરિવારજનોએ 181 અભયમની મદદ લેતા અભયમની ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલીંગ કરાતા અસ્થિર મગજની યુવતીએ સતિષ રાણાએ તેની સાથે દુષ્ક્રમ ગુજાર્યું હોવાની વિતક કથા જણાવી હતી, અસ્થીર મગજની યુવતી પર દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી  બનાવનાર સતિષ રાણાનું નામ બહાર આવતાજ સતિષ રાણાએ યુવતી અને તેનાં પરિવારજનોને ગર્ભનો નિકાલ કરવા માટે પૈસાની લાલચ આપી હતી તેમજ આ બાબતે કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે નરાધમ વૃદ્ધ સતિષ રાણા વિરૃદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધતાજ નરાધમ સતિષ રાણા ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પરંતુ પોલીસ દ્વારા આરોપી સતિષ રાણાને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી તેની દુષ્કર્મનાં ગુનામાં ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ભોગ બનનાર પીડીત યુવતી તેમજ આરોપી વૃદ્ધનું મેડીકલ ચેકઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news